કોલકાતામાં અમિત શાહની રેલીમાં લાગ્યા “ગોલી મારો”નાં નારા

દિલ્હીમાં કથિત ભડકાઉ ભાષણના કારણે તોફાનો ફાટી નીકળ્યા અને હાલ પણ દિલ્હીમાં અજંપાગ્રસ્ત શાંતિ જોવા મળી રહી છે, ત્યારે આજે સાંજે કોલકાતામાં ફરી એક વાર ભડકાઉ નારેબાજી કરવામાં આવી હતી. આ નારેબાજી બીજા કોઈ નેતા નહીં પણ ભાજપના નેતા અને દેશના ગૃહ મંત્રી અમિત શાહની રેલીમાં કરવામાં આવી હતી.

રેલીને સંબોધિત કરતા અમિત શાહે સીએએના સમર્થનની વાત કરી હતી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સીએએ કાયદાને અટકાવવા, તોફાનો કરાવવા અને ટ્રેનો સળગાવવાના આરોપ મૂક્યા હતા. રેલી દરમિયાન કેટલાક કાર્યકરો ભગવા રંગના કપડા પહેરી અને હાથમાં ભાજપના ઝંડા લઈને ગોલી મારો સાલોં કીની નારેબાજી કરી હતી. આના વીડિયો પણ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.

રેલીને સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે 2021માં ભાજપ બહુમતિથી સરકાર બનાવશે. લેફ્ટ પાર્ટીઓ પર પણ તેમણે આકાર પ્રહારો કર્યા હતા. મમતા બેનર્જીના ભત્રીજા પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે આવતા વર્ષે કોઈ શહેજાદો બંગાળોનો મુખ્યમંત્રી બની શકશે નહીં.