લીપ યર એટલે શું? શા માટે ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે 29 તારીખ આવે છે? લીપ યર નહીં ઉજવાય તો થાય આ મોટું નુકશાન

દર ચાર વર્ષે લીપ યર ઉજવવામાં આવે છે જે ફેબ્રુઆરી મહિનામાં આવે છે. લીપ યરમાં ફેબ્રુઆરીનો એક વધારાનો દિવસ ઉમેરવામાં આવે છે. જેના કારણે ફેબ્રુઆરી મહિનો લીપ યરમાં 29 દિવસનો હોય છે. ચાલો આપણે લીપ યર વિશે વિગતવાર જાણીએ.

તમે બધા જાણો છો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, જેના કારણે દિવસ અને રાત હોય છે અને હવામાન બદલાય છે. પૃથ્વીને સૂર્યની પરિક્રમા કરવામાં લગભગ 365.242 દિવસ લાગે છે. એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ કિસ્સામાં ચાર વર્ષમાં એક દિવસમાં 0.242 દિવસનો સમય ઉમેરવામાં આવે છે. આ એક દિવસ ફેબ્રુઆરીમાં દર ચાર વર્ષે ઉમેરવામાં આવે છે, જે 28થી 29 દિવસનો મહિનો થઈ જાય છે, અને તે વર્ષ 365નાં બદલે 366 દિવસનું બને છે. જ્યારે પણ એક વર્ષમાં 366 દિવસ અથવા 29 દિવસ ફેબ્રુઆરીમાં આવે છે, તો તે વર્ષને લીપ યર કહેવામાં છે.

સામાન્ય રીતે વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ લીપ યરમાં 366 દિવસ હોય છે. પૃથ્વી સૂર્યની એક પરિક્રમા 365 દિવસ અને 6 કલાકમાં પૂર્ણ કરે છે. આ રીતે દર ચાર વર્ષે એક દિવસ વધારવામાં આવે છે. જે ચાર વર્ષ પછી આવી રહેલા વર્ષમાં ઉમેરવામાં આવે છે. આ રીતે લીપ યર દર 4 વર્ષે  ઉજવવામાં આવે છે.

પૃથ્વી 365 દિવસ અને 6 કલાકમાં સૂર્યની એક ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે અને આમ ચોથા વર્ષમાં દિવસોની સંખ્યા 366 થાય છે. જ્યારે ફેબ્રુઆરી મહિનો 29 દિવસનો થઈ જાય છે. આગામી લીપ યર 2024માં ઉજવવામાં આવશે. જ્યારથી વિશ્વમાં ગ્રેગોરિયન કેલેન્ડર સ્વીકારવામાં આવ્યું ત્યારથી લીપ યર આવે છે. ઇસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવામાં આવ્યું છે.

ઈસુ ખ્રિસ્તના જન્મના ચાર વર્ષ બાદ પ્રથમ લીપ યર ઉજવાયું હતું. ત્યારથી લઈને આજદિન સુધી અને આવનાર સદીઓ સુધી દર ચાર વર્ષે લીપ યર ઉજવાતું રહેશે.

જો આપણે લીપ યર નહીં ઉજવીએ તો દર વર્ષે આપણે 6 કલાક સૌરમંડળના ચક્ર સમય કરતા આગળ નીકળી જઈશું અને આ રીતે 100 વર્ષ પછી 25 દિવસ આગળ થઈ જશું. આના કારણે હવામાન પરિવર્તનનું કોઈ જ્ઞાન નહીં હોય. વાતાવરણમાં બેલેન્સ અને સમયચક્રને સ્થિર રાખવાના હેતુથી દર ચાર વર્ષે  લીપ યર ઉજવવામાં આવે છે.