દુનિયાભરમાં કોરોનાનો કાળોકેર, ઈરાનમાં 34નાં મોત

કોરોના વાયરસ દિવસે દિવસે ખતરનાક થતો જાય છે. ચીનમાં મૃત્યુઆંક 2800 ને પાર પહોંચી ગયો હતો. ચીન પછી સૌથી વધુ પ્રભાવિત દેશ ઈરાન બની ગયો છે. ઈરાનમાં મૃત્યુઆંક 34 થયો હતો અને નવા 388 કેસ નોંધાયા હતાં. ખુદ ઉપરાષ્ટ્રપતિ પણ કોરોનામાં સપડાયા હોવાનું સામે આવ્યું હતું. સાઉથ કોરિયાના નવા 315 કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા 2337 થઈ હતી.

વિશ્વભરમાં કોરોનાના 83,000 કેસ નોંધાઈ ચૂક્યા છે. ચીનમાં મૃત્યુઆંક 2800 ને પાર પહોંચી ગયો છે. ચીનમાં લગભગ કોરોનાના 78,000 ઉપર દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. સિંગાપોરમાં 96, થાઈલેન્ડમાં 40, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં 23, યુએઈમાં 19, બ્રિટનમાં 15 લોકો કોરોનાની ચુંગાલમાં આવી ચૂક્યા છે. જાપાનમાં પણ કોરોના ઝડપભેર ફેલાતો હોવાથી વડાપ્રધાને શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જાપાનમાં એક હજાર કેસ દર્જ થઈ ચૂક્યા હોવાથી સમયસર સાવધાનીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

દરમિયાન અમેરિકાના ગુપ્તચર એજન્સીઓ કોરોનાના ફેલાવા ઉપર ખાસ નજર રાખી રહી છે. વિવિધ ઉપકરણો અને અહેવાલોના આધારે અમેરિકી ગુપ્તચર વિભાગે દુનિયાભરની સરકારોની કામગીરી ઉપર વોચ ગોઠવી છે. ચીનના સરહદી પાડોશી દેશો-ખાસ તો ભારત કોરોના સામે કેવી રીતે લડે છે એના ઉપર અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ખાસ નજર છે.

કોરોના વાયરસથી આરોગ્ય કટોકટીની સાથે નાણાકીય કટોકટી પણ સર્જાઈ છે. કોરોનાને કારણે નાણાકીય બજારો ધ્વસ્ત થઈ ગયા છે તો બીજી બાજુ દુકાનો અને બિઝનેસ ઠપ થઈ ગયા છે. બેરાલુસ, લિથુનિયા, ન્યુઝીલેન્ડ, નાઈજિરિયા, અજેરબેજાન, નેધરલેન્ડમાં કોરોનાનો પ્રથમ કેસ જોવા મળતા આ વાઈરસથી પીડિત દેશોની સંખ્યા વધીને 57 થઈ ગઈ છે. ગયા વર્ષે આવેલા પૂર અને આ વર્ષે કોરોનાને કારણે ઈટાલીના પ્રવાસન ઉદ્યોગને જોરદાર ફટકો પડ્યો છે.

જાપાન, ઈરાન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં વધુ પ૯૪ કેસ નોંધાયા છે ત્યારે મૃત્યુઆંક પણ વધીને 17 થયો છે. ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 47 લોકોના મોત થતા કોરોના વાયરસને લીધે મૃત્યુ પામનારનો આંક ર,૮૩પ થયો છે. ભારતે પણ સાવચેતીના પગલાં રૃપે જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા રદ્દ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાન સાથેની તમમ ઊડ્ડાન સેવા રદ્દ કરી દીધી છે.

ચીન પછી દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ કોરિયાએ તેના નાગરિકોને ઘરોની અંદર જ રહેવા માટે ફરમાન કર્યું છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસના વધુ 594 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,931 થઈ છે. આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણના વધુ 427 નવા કેસ નોંધાયા છે. જે અગાઉના દિવસે 327 કેસ નોંધાયેલા હતાં. આ સાથે ચીનમાં કોરોના સંક્રમણના 79,251 કેસ થયા છે અને સમગ્ર વિશ્વમાં કુલ 83,000 કેસ નોંધાયા છે.

ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 245 લોકો સંક્રમિત થયા છે. મહિલા અને પરિવાર બાબતના મસુઓમેહ ઈબ્ટેકર પણ ગુરુવારે સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. ઈરાનમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે. ચીન અત્યાર સુધીમાં ઈરાનને 2.5 લાખ માસ્ક મોકલી ચૂક્યું છે.