કોરોના વાયરસને કારણે વિશ્વમાં ભયાનક મંદી ત્રાટકશે : મુડીઝીની આગાહી

કોરોના વાયરસ (કોવિડ-૧૯) એક વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી આવી શકે છે. મૂડીઝ એનાલિટિકસ દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો કહેર હવે ચીનની બહાર પણ ફેલાય ચૂકયો છે અને દક્ષિણ કોરિયામાં પણ તેની મોટી સંખ્યામાં મોત નિપજયાં છે. આ સિવાય કોરોના ઇટાલી, ઇરાન સુધી પહોંચી ગયો છે.

મૂડીઝ રેટિંગ એજન્સીએ કહ્યું કે આ વાયરસ હવે ઇટાલી તેમજ કોરિયા સુધી પહોંચી ગયો છે. એવામાં જો તે વૈશ્વિક રોગચાળો તરીકે ફેલાય શકે તેવી પૂરી સંભાવના છે. મૂડીઝ એનાલિટિકસના મુખ્ય અર્થશાસ્ત્રી માર્ક જાંડીના જણાવ્યાં અનુસાર કોરોના વાયરસના પ્રભાવ અને પરિદ્રશ્યો પર એક ટીપ્પણી કરતાં કહ્યું કે કોરોના વાયરસ ચીનની અર્થવ્યવસ્થા માટે મોટો ઝટકો છે, જે હવે પૂરી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ખતરા (ભય) સમાન બની ગયો છે.

ચીનમાં સતત કોરોના વાયરસ વધી રહ્યો જેને લઇને હવે વૈશ્વિક રોગચાળા તરીકે વધી શકે છે. જો વાયરસે વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી લીધું તો આ વર્ષની પ્રથમ છ માસિક દરમિયાન વૈશ્વિક અને અમેરિકા મંદીનુ કારણ બનશે. મૂડીઝના એનાલિટિકસે કહ્યું, આપણે બધા આશા કરીએ કે આવું ન બને, પરંતુ જો થઇ જાય તો તૈયાર રહેવું જ એક સમજદારી છે.