કનૈયા કુમાર દેશદ્રોહ કેસ: અનુરાગ કશ્યપ બોલ્યા “કેટલામાં વેચાયા કેજરીવાલ?”

દિલ્હી સરકારે ચાર વર્ષ જુના દેશદ્રોહના કેસમાં કનૈયા કુમાર સહિત 10 લોકોને સામે દેશદ્રોહની કાર્યવાહી કરવા દિલ્હી પોલીસને મંજૂરી આપી દીધી છે. હવે સોશિયલ મીડિયા પર આ અંગે જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.

તાજેતરમાં જ બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહના મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા પર પોતાના ટવિટ માટે અવારનવાર સમાચારોમાં રહેનારા અનુરાગ કશ્યપે તેમના ટવિટર હેન્ડલથી કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે “મહાશય અરવિંદ કેજરીવાલજી, તમને શું કહેવાય?”

અનુરાગ કશ્યપે વધુમાં કહ્યું, “સ્પાઈનલેસ તો તમારી ફરીયાદ છે, તમે તો છો જ નથી તો કેટલામાં વેચાયા?” અનુરાગ કશ્યપે કનૈયા કુમારની ટવિટને રીટવીટ કરતી વખતે આ જવાબ આપ્યો હતો. કનૈયા કુમારે પોતાના ટવિટમાં લખ્યું છે કે, “દેશદ્રોહ કેસ માટે દિલ્હી સરકારને મંજૂરી આપવા બદલ આભાર.”