બાગી-3નું ડુ યુ લવ મી સોંગ રીલિઝ : દિશા પટણી મચાવી રહી છે ધૂમ

ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપુરની એક્શન ફિલ્મ બાગી-3નું ‘ડુ યુ લવ મી’ સોંગ ગુરૂવારે  રીલિઝ થઈ ગયું હતું. આ સોંગમાં દિશા પટણીનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. જો કે, આ સોગનું ટીઝર આવ્યા બાદ લોકો સોંગનો વીડિયો જોવા માટે બહુ જ એક્સાઇટેડ હતા. આ સોંગમાં દિશા પટણી ખરેખર ધૂમ મચાવી રહી છે. જુઓ આ સોંગ

બાગી-3ના મેકર્સે સોંગના ઓરિજનલ ટ્રેકના રાઇટ્સ એક લેબનીઝ બેંડ બેન્ડલી ફેમિલી પાસેથી વેચાતા લીધા છે. જેને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. આ સોંગમાં ફેન્સની ફેવરિટ જોડી ટાઈગર શ્રોફ અને દિશા પટણી સાથે જોવા મળી રહ્યાં છે. આ સોંગમાં દિશા પટણી બહુ જ હોટ અને સ્ટનિંગ દેખાઈ રહી છે. આ સોંગ પણ ‘દસ બહાને, 2.0 અને ભંકસ’ની જેમ મ્યુઝિક ચાર્ટમાં સામેલ થઈ જશે એવું લાગી રહ્યું છે.