કોરોનાવાયરસ: ચીનમાં મૃત્યુઆંક 2788, કુતરા-બિલાડા ખાવા પર મૂકાશે પ્રતિબંધ

ચીનમાં કોરોનાવાયરસને કારણે મૃત્યુ નિપજવાનું હજુ પણ અટક્યું નથી. આ જીવલેણ ચેપી રોગથી વધુ 44 લોકોનાં મોત નીપજ્યાં છે. કુલ મૃત્યુઆંક 2,788 પર પહોંચી ગયો છે. ચીનના આરોગ્ય અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. ગુરુવારે ચીનથી કોરોનાવાયરસના 327 નવા કેસ નોંધાયા છે. જોકે, એક મહિના કરતા પણ વધુ સમયમાં કોરોનાવાયરસથી સંક્રમિત લોકોમાં તે અત્યાર સુધીની સૌથી ઓછી સંખ્યા છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે હુબેઇ પ્રાંતમાં વાયરસના કારણે 41 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિસ્તાર રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. બેઇજિંગમાં બે લોકો અને એક વ્યક્તિનુ ઝિંજિયાંગમાં મોત નિપજ્યું છે. ચીનમાં કુલ 78,824 લોકો કોવિડ -19થી ચેપગ્રસ્ત બન્યા છે. ચીનમાં કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે, જ્યારે અન્ય દેશોમાં કેસ વધી રહ્યા છે.

ચીનના શેન્ઝેન પ્રાંતમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે લોકોને કૂતરા અને બિલાડા ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જોકે પછીથી આ પ્રતિબંધ હટાવવામાં આવશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણીઓ ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે, વિકસિત દેશોમાં તે સામાન્ય પ્રથા છે અને આ આધુનિક સમાજની જરૂરિયાત છે. તેનો અર્થ એ કે, ટૂંક સમયમાં શેન્ઝેનમાં, કૂતરાં અને બિલાડીઓ ફક્ત પાળતુ પ્રાણી હશે, જેને મારી શકાશે નહીં અને ખાઈ શકાશે નહીં.

કૂતરા-બિલાડા ખાવા પર પ્રતિબંધ મૂકવાના પગલાંને અનેક અધિકારીઓએ આવકાર્યું છે. કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ બહાર પાડવામાં આવેલી યાદીમાં ડુક્કરનું માંસ, ચિકન, માંસ, સસલું, માછલી અને દરિયાઈ આહારની મંજૂરી આપવામાં આ છે. હકીકતમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે કોરોનાવાયરસ ફક્ત પ્રાણીઓથી જ મનુષ્યમાં ફેલાયો છે, જેના કારણે આ દિવસોમાં ચીનના વિવિધ વિસ્તારોમાં પ્રાણીઓ ખાવા વિશે ઘણા નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે.