અમેરિકાના વિસ્કોન્સિનમાં અંધાધૂંધ ગોળીબારમાં 6ના મોત, હુમલાખોરે કરી આત્મહત્યા

અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં બુધવારે ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોર પોતે જ ગોળીથી ઘાયલ થયો હતો. બાદમાં તેનું પણ મૃત્યુ થયું હતું. વિસ્કોન્સિન પ્રાંતમાં મિલ્વૌકી શહેરમાં મોલ્સન કૂર્સ બિયર કંપનીના કેમ્પમાં આ ઘટના બની હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારને લોકડાઉન કરવામાં આવ્યો છે.

હુમલાખોરની ઓળખ 51 વર્ષના મિલ્વૌકી નિવાસી તરીકે થઈ છે. જો કે, ગોળીબાર કરવા પાછળનો તેનો ઈરાદો હજી જાણી શકાયો નથી. ઘટના બુધવારે બપોરે બની હતી. તે સમયે ઘણા કર્મચારીઓ ઓફિસમાં હતાં.

વિસ્કોન્સિનનાં મેયરે કહ્યું કે, આજનો દિવસ ખૂબ જ ભયજનક હતો. મિલ્વૌકી પોલીસ પ્રમુખ અલફોન્સો મોરાલેસે કહ્યું કે, મરનારાઓમાં પ કંપનીના કર્મચારી હતાં. ઘટના બાદ આસપાસની સ્કૂલો અને ઓફિસોને બંધ કરાવવામાં આવી છે. મેયર ટોમ બેરેટે કહ્યું છે કે, આ ઘટના ખૂબ જ ભયાનક હતી. અહીંના કર્મચારી માટે આ એક ભયાનક ઘટના હતી. જેઓ આ પરિસ્થિતિમાંથી પસાર થયા હતાં તે સૌને માટે આ એક ભયાનક ઘટના હતી. બીજીબાજુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ શૂટરને શેતાન હત્યારા તરીકે ગણાવ્યો છે અને પિડીતો તેમજ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ હુમલાખોર એ જ કોમ્પ્લેક્ષમાં કામ કરતો હતો કે જ્યાં તેને ગોળીબાર કર્યા હતાં. બિયર બનાવતા યુનિટમાં આશરે 750 લોકો કામ કરે છે. પોલીસે ઘટનાને લગતી વિગત જારી રહી છે. જેમાં તેણે કહ્યું છે કે, હવે આ સંકુલમાં કોઈ જ જોખમ નથી.