સુરતની પાડેસરા જીઆઇડીસીના  કેમિકલના ગોડાઉનમાં આગ : ચોમેર છવાયા ધુમાડાના ગોટેગોટા

ફરી એકવાર સુરત  આગના કારણે ચર્ચામાં આવ્યું છે. તક્ષશીલા આર્કેડ પછી, રઘુવીર કોમ્પલેક્સ અને હવે પાંડેસરાની જીઆઇડીસીમાં આવેલા એક કેમિકલ ગોડાઉનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની છે. આ આગના કારણે કિલોમીટર દૂરથી તેના ધૂમાડાના ગોટા જોઈ શકાય છે. આ કેમિકલ ગોડાઉન મારુતિ ડાઈંગ મીલની નજીકમાં જ આવેલું છે.

આગને કાબૂમાં લેવાના પ્રવાસ શરુ કરી દેવાયા છે, જોકે આગ વિકરાળ હોવાના કારણે હજુ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. ફાયર વિભાગનો મોટો કાફલો આગ પર કાબૂ મેળવવા માટે ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને પ્રયાસો ચાલુ છે. આગ બાદ આસાપાસના વિસ્તારોમાં તિવ્ર દુર્ગંધ આવી રહી છે. સ્થાનિક મીડિયા રિપોટ્સ મુજબ વેસલ ફાટવાના કારણે આ ઘટના બની હતી.

આ આગ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ તો ફાયર બિગ્રેડ દ્વારા આ ગા પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ એટલી ભયાનક છે કે આસપાસમાં રહેલા લોકો પણ જીવ બચાવવા માટે આગથી દૂર ભાગવાના પ્રયાસો શરુ કર્યા હતા.