તાહિર હુસેન મામલે કેજરીવાલ બોલ્યા,”તોફાનમાં સંડોવાયેલા હોય તો ડબલ સજા કરો”

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હિંસામાં આમ આદમી પાર્ટીના કાઉન્સીલર તાહિર હુસેનના મકાનમાંથી મળેલા પેટ્રોલ અને પથ્થર અંગે પત્રકારો સમક્ષ કહ્યું કે જો કોઈ તોફાન કરાવવામાં સંડોવાયેલા હોય તો તેને આકરી સજા કરવામાં આવે.

દિલ્હી હિંસામાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલર તાહિર હુસેનનાં નામ અંગેના સવાલો પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો આમ આદમી પાર્ટીના કોઈ નેતા હિંસામાં સામેલ થવા બદલ દોષી સાબિત થાય છે, તો તેને ડબલ સજા થવી જોઈએ. આ કેસમાં જે પણ દોષી સાબિત થશે તેને કડક સજા થવી જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ રાજકારણ ન હોવું જોઈએ.

તેમણે જણાવ્યું કે તાહિર હુસેના અંગેના સવાલ પર તેમણે કહ્યું કે સખત કાર્યવાહી કરવામાં આવે. મારી પાસે પોલીસ નથી. જો આમ આદમી પાર્ટીના કોઈ નેતા તોફાનમાં સંડોવાયેલો હોય તો તેને બેગણી સજા કરવામાં આવવી જોઈએ.