કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ બોલ્યા” દિલ્હીમાં ગોધરા મોડેલનું રિ-રન કરાયું”

દિલ્હીમાં થયેલા કોમી રમખાણો અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે ભાજપ પર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા અને કહ્યું હતું કે ગુજરાતના ગોધરામાં થયેલા કોમી રમખાણોની જેમ દિલ્હીમાં તોફાનો કરાવવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું કે તોફાનોમાં કેટલાય લોકોના જામ ગયા છે. તોફાનોની પદ્વતિ જોતાં ગોધરા મોડેલની જેમ જ તોફાન કરાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહની રાજીનામાની માંગણી કરી છે તેને સમર્થન આપું છું. પત્રકારો સાથે આ વાત તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં કરી હતી.

અત્રે નોંધનીય છે કે 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગ્યા પછી ગુજરાતમાં તોફાનો થયા હતા અને તેમાં સેંકડો લોકોએ જાન ગુમાવ્યા હતા. દિલ્હીમાં રવિવારથી તોફાનો ચાલી રહ્યા છે. આજે દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને તોફાનગ્રસ્ત વિસ્તારોમાં આર્મીને તૈનાત કરી દેવામાં આવી છે.