હવાઇદળના વડા આરકે ભદૌરિયાના મતે બાલાકોટ એર સ્ટ્રાઈક ભારતીય વાયુસેનાની સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી

બાલાકોટ હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. પુલવામા હુમલા બાદ 12 દિવસ પછી 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાને બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકે પાડોશી દેશને આશ્ચર્યમાં મૂકી દીધો હતો. આ એરસ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓનો સફાયો કરવામાં આવ્યો હતો. જેમાં ઘણાં આતંકીઓ પણ ઠાર થયા હતા. વાયુસેનાના ચીફ આરકે ભદૌરિયાએ આ હુમલાને પાકિસ્તાન માટે કડક સંદેશ ગણાવ્યો હતો.

તેમને પુછાયું હતું કે ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને શું મેળવ્યું, કારણ કે આતંકી સંગઠન જૈશેના ઠેકાણા ફરી શરુ થઈ ગયા છે અને પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને મદદ કરવાનું બંધ નથી કર્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે બાલાકોટ એર સ્ટ્રાઈકે પાકિસ્તાનને સાફ શબ્દોમાં સંદેશ આપ્યો હતો કે તેની જમીન પર આતંકી ગતિવિધિઓને ભારત સહન નહીં કરે. વાયુસેનાએ 40 વર્ષમાં પોતાનું પહેલું મહત્વપૂર્ણ અભિયાન હાથ ધર્યું. અમારા લડાકુ વિમાનોએ પાકિસ્તાનની અંદર જઈને આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા અને પાકિસ્તાન એર ડિફેન્સના એલર્ટ પછી પણ કોઈ નુકસાન વગર ભારત પાછું આવી ગયું. એર સ્ટ્રાઈકથી ભારતે પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો કે જો પાડોશી દેશ આગળ કોઈ આવી હરકત કરશે તો તેનો અંજામ શું થઈ શકે છે. જ્યાં સુધી બાલાકોટમાં ફરી આતંકી ઠેકાણા શરુ થવાની વાત છે, તો અમે તે હિલચાલ પર નજર રાખી રહ્યા છે અને પાકિસ્તાનને જવાબ આપવા માટે રણનીતિ તૈયાર છે.

ર સ્ટ્રાઈકથી કેવા પ્રકારની શીખ મળી. એવા વિરોધાભાષી નિવેદન છે કે સ્પાઈસ-2000 બોમ્બથી ચોક્કસ નિશાન લાગ્યા નહીં. આ સાથે ઠાર થયેલા આતંકીઓની સંખ્યા પર પણ સવાલ છે એવા પ્રશ્નના જવાબમાં એર ચીફે કહ્યું હતું કે સૌથી પહેલા મહત્વની વાત એ છે કે, બાલાકોટ એર સ્ટ્રાઈકને યોજના ઘડીને પ્રોફેશનલ રીતે કરવામાં આવી છે. જેમાં અમે ટારગેટ આપ્યો હતો, અમે તેને નિશાન બનાવવા માટે હથિયારની પસંદગી કરી. અમે એ પણ ધ્યાન રાખ્યું કે આપણું ઓછામાં ઓછુ નુકસાન થાય. સ્પાઈસ-2000 દ્વારા આતંકીઓની ઈમારતોને ધ્વસ્ત કરાઈ. એમાં કોઈ શક નથી, અમે ટાર્ગેટને નિશાન બનાવ્યા અને લક્ષ્ય હાંસલ કર્યું. આપણા વિરોધી આ વાત સારી રીતે જાણે છે.