ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની 55 બેઠક માટે જાહેરનામું પ્રસિદ્વ, ફોર્મ ભરવાની આ છે છેલ્લી તારીખ

રાજ્યસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ ચૂંટણી પંચે આજે ચૂંટણીને લગતું જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. સમગ્ર દેશમાં રાજ્યસભાની 55 સીટ પર ચૂંટણી યોજવામાં આવનાર છે, જેમાં ગુજરાતની ચાર બેઠકોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતની ચાર સહિત 55 બેઠકો પર 26મી માર્ચે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 માર્ચ છે. ગુજરાતમાંથી ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદ ફારેગ થઈ રહ્યા છે.

ભાજપના ફારેગ થઈ રહેલા સાંસદોમાં ચૂનીભાઈ ગોહિલ, મહંત શંભૂપ્રસાદ તૂંડીયા અને લાલસિંહ વડોદીયા છે, જ્યારે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી ફારેગ થઈ રહ્યા છે. નવ એપ્રિલે ચારેય સાંસદો માટે રાજ્યસભાની અંતિમ તારીખ છે અને તે પહેલાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.