ભાજપ સામે વળતો ઘા: નીતિશ રાજમાં NRC નહીં, NPRમાં પણ કરાયા ફેરફાર

મંગળવારે બિહાર વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મુખ્ય પ્રધાન નીતીશ કુમાર પર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPA) અંગે ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં બિહાર વિધાનસભામા NRC વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

જોકે, તેજસ્વી યાદવે NRC અને NPAને દેશને તોડી કાળો કાયદો ગણાવ્યો હતો. શાસક ધારાસભ્યોએ તેમના નિવેદનને લઈ હંગામો મચાવ્યો હતો. બાદમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમારે ગૃહમાં આ મુદ્દે નિવેદન આપ્યું હતું અને સરકાર વતી સ્પષ્ટતા કરી હતી.

ગૃહમાં નીતીશ કુમારે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા NRC અંગે નિવેદન આપવામાં હોવા છતાં આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બિહાર સરકારે કેન્દ્રને એનપીઆર ફોર્મમાંથી કેટલીક વિવાદિત કલમો દૂર કરવા પત્ર લખ્યો છે. નીતીશ કુમારે કહ્યું કે, કેન્દ્ર સરકારે ઓક્ટોબરના રોજ એનપીઆર માટે પત્ર મોકલ્યો હતો. એનપીઆરની શરૂઆત 2010માં થઈ હતી. આ વખતે 2020ના એનપીઆરમાં થોડો તફાવત છે.

તેમણે કહ્યું કે થર્ડ જેન્ડર અંગે માતાપિતાના જન્મ સ્થળ માટે પૂછવામાં આવ્યું છે, જો કહેવામાં ન આવે તો, તે ખાનું ખોલી છોડી દેવાનું છે. આગામી સમયમાં એનઆરસીમાં ગરબડ થશે, કેમ કે માતાપિતાના જન્મ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અમે વિચાર-વિમર્શ પછી કેન્દ્ર સરકારને પત્ર મોકલ્યો છે, જેમાં લખ્યું છે કે એનપીઆરનું બંધારણ 2010 મુજબ રાખવું જોઈએ.

મુખ્ય પ્રધાન નીતીશ કુમારે કહ્યું કે, અમે માંગ કરી છે કે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર(NPR) 2020 અને 2010ની વચ્ચેના પ્રશ્નોના ફોર્મેટમાં તફાવતને દુર કરવામાં આવે. ફક્ત ટ્રાંસજેન્ડરની માહિતી શામેલ કરવામાં આવે, જે 2010માં ન હતી. તેમણે કહ્યું, રાજ્ય સરકાર દ્વારા જે પત્ર મોકલવામાં આવ્યો છે, તે જ પ્રસ્તાવ વિધાનસભા દ્વારા પસાર થવો જોઈએ. એનઆરસી પર કોઈ ચર્ચા થઈ નથી, એનઆરસી લાવવાની જરૂર નથી કારણ કે એનઆરસીમાં સુધારો 2003માં કરવામાં આવ્યો છે.