કેજરીવાલે શરૂ કરેલી હેપ્પીનેસ ક્લાસની મુલાકાત લેતા મેલાનિયા ટ્રમ્પ

અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ આજે દિલ્હીની એક સરકારી સ્કૂલની મુલાકાત લેવા પહોંચી ગયા હતાં. અહીં તેમનું સ્કૂલ પ્રશાસન દ્વારા મેલેનિયાને તિલક કરી, આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતું. એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ મેલેનિયા સર્વોદય કો-એડ સિનિયર સેકન્ડરી સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતાં. કેજરીવાલે સરકારે 2018માં આ ક્લાસ શરૂ કરી હતી.

સ્કૂલની મુલાકાત દરમિયાન મેલેનિયાએ બાળકો અને ત્યાંના ટીચિીગ સ્ટાફ સાથે વાતચીત કરી હતી. ગુલાબી ચણીયા ચોળીમાં સ્વાગત કરવા ઊભેલી બાળકી સાથે મેલેનિયાએ ઘણી વાર સુધી વાતચીત કરી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલેથી આ સ્કૂલનું નામ જાહેર કરવામાં ન હતું આવ્યું. મેલેનિયાએ સ્કૂલમાં હેપ્પીનેસ ક્લાસમાં બાળકો સાથે મુલાકાત કરીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી.