જ્યારે મુંબઇના વ્યક્તિના શરીરમાં 8-10 સેમી લાંબી કિડની વધીને 26 સેમી લાંબી અને 21 સેમી પહોળી થઇ ગઇ

ગંભીર બીમારીથી પીડાતા વ્યક્તિના શરીરમાં કિડનીનું વજન એટલું થઈ ગયું હતું કે કોઈને કલ્પના પણ ના થાય. ડોક્ટરો સર્જરી કરીને એક વ્યક્તિના શરીરમાંથી 12.8 કિલોગ્રામની વિશાળ કીડની બહાર કાઢવામાં સફળ રહ્યા છે. સામાન્ય વ્યક્તિના શરીરમાં રહેલી કિડનીનું વજન 120-150 ગ્રામ હોય છે અને તે 8-10 સેન્ટિમિટર લાંબી હોય છે. જ્યારે 41 વર્ષના મોમન પેરિયારના પેટમાં જે કિડની હતી તેની લંબાઈ 26 સેન્ટીમીટર અને પહોળાઈ 21 સેન્ટીમીટર થઈ ગઈ હતી અને બંને કિડની મળીને તેનું વજન પણ 12.8 કિલોગ્રામ થઇ ગયું હતું

રોમાન ઓટોસોમલ ડોમિનન્ટ પોલિસિસ્ટિક કિડની રોગથી પીડાઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય કિડનીના ટીસ્યુસ કરતા તેમાં વધારો થતો જતો હતો. તેઓ પાછલા એક દાયકાથી આવી સ્થિતિમાં જીવન વિતાવી રહ્યા હતા, તેમને પાછલા એક વર્ષથી તેમની અકળામણ ઘણી જ વધી ગઈ હતી તેમને ચાલવામાં ખુબ જ તકલીફ થતી હતી. બીમારીના લીધે તેમના શરીરમાંથી હિમોગ્લોબિન ચૂસાઈ જતું હતું. ગત વર્ષે નવેમ્બરમાં લોહી નીકળવાની ઘટનાથી તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી.

પરેલની ગ્લોબલ હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ ડોક્ટર ભરત શાહે જણાવ્યું કે, ADPKD કિડની ફેલથી પીડાતા 5 ટકા દર્દીઓમાં આ બીમારી જોવા મળે છે. ડૉક્ટર પ્રદીપ રાવે જણાવ્યું કે, આ રોગમાં કિડનીની સાઈઝ ઘણી જ વધી જાય છે. આ પરિસ્થિતિમાં લેપ્રોસ્કોપી કરવી શક્ય નહોતી. ડૉક્ટરે જણાવ્યું કે, સર્જરી કરીને તેમની બંને કિડની દૂર કરવામાં આવી જેનું વજન 12.8 કિલોગ્રામ છે.

રોમાનનો જીવ કિડની ટ્રાન્સ્લાન્ટના આધારે બચાવી શકાયો છે. તેમના પત્ની પ્લેસિમા કિડની ડોનેટ કરવા માગતા હતા પણ તેમનું બ્લડગ્રુપ મેચ નહોતું થતું. ડોક્ટરોને નીતિન અને રાધા તાપર નામના ડોનેટ મળ્યા. રાધા પણ નીતિનને પોતાની કિડની ડોનેટ નહોતી કરી શકતી. ડૉક્ટર શાહે જણાવ્યું કે, આ પછી અમે પ્લેસિમાની કિડની રાધીકા અને નીતિનની પ્લેસિમા સાથે ડિસેમ્બરમાં એક્સ્ચેન્જ કરી, બન્નેની તબિયત સારી છે.