દિલ્હી હિંસા: પોલીસ પર ગોળીબાર કરનારા શાહરૂખની ધરપકડ

દિલ્હીના જાફરાબાદમાં ફેલાયેલી હિંસામાં પોલાીસ પર પોતાની ગન વડે ગોળીબાર કરતાં દેખાયેલા મરૂન ટી શ્ટ ધારક યુવાનની ઓળખ થઇ ગઇ હતી અને પોલીસે જણાવ્યું હતું કે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તેણે હિંસા દરમિયાન 8 રાઉન્ડ ગળીબાર કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર આ યુવાને જાફરાબાદ રોડ પર પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ તે અટક્યો નહોતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ યુવાનનું નામ શાહરૂખ છે અને તે સ્થાનિક રહેવાશી છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગોકુલપુરીમાં થયેલા રમખાણમાં મૃતકોમાં પોલીસકર્મી પણ સામેલ છે, જ્યારે ડીસીપી સહિત કેટલાક પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. હાલ અહીં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે. આરએએફની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરાયું હતું. દિલ્હીના સીએમ કેજરીવાલે આ મામલે ચર્ચા કરવા માટે ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અમિત શાહે પણ મોડી રાત્રે બેઠક બોલાવી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ અને દિલ્હીના પોલીસ અધિકારીઓ સામેલ હતા.

સીએએના વિરોધમાં દિલ્હીમાં ગઈકાલે ફાટી નીકળેલી હિંસાનો મૃત્યુઆંક સાત પર પહોંચ્યો છે. સોમવારે દિલ્હીમાં ચાંદ બાગથી જાફરાબાદ સુધી પૂર્વોત્તર દિલ્હીના વિસ્તારો નાગરિકતા સંશોધન કાયદો (CAA Protest)ના વિરાધમાં હિંસા ભડકી હતી. CAA વિરોધી અને સમર્થકો આમને સામને આવી ગયા હતા. કાલ સુધી જે દુકાન પર સાથે ચા પીતા હતા તેને સળગાવી માર્યો. મોડી સાંજે હેડ કોન્સ્ટેબલને મારી નખાયા. ડીસીપી અમિત જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ચાર અન્ય લોકોના જીવ ગયા. ગૃહમંત્રાલયની મહત્વની બેઠક પણ આ મુદ્દે થઈ છે.

શાહદરાના ડીસીપી અમિત શર્માના માથામાં ગંભીર ઈજા થઈ છે. તેમના આખા શરીર પર ઈજાના નિશાન છે. હુમલાખોરોએ તેમને ચાંદ બાગ વિસ્તારમાં ઘેરી લીધા. તેઓ પોતાના સરકારી વાહનમાં હતા. તેમણે જબરજસ્તી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા. રસ્તા પર તેમના પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો. હોસ્પિટલમાં સારવાર કરી રહેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે તેમની હાલત નાજુક છે. એ સ્પષ્ટ નથી થયું કે પાંચ લોકોના મોત ગોળીઓ વાગવાના કારણે થયા છે કે કોઈ અન્ય કારણે. આજે તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી તે સ્પષ્ટ થશે.