રાષ્ટ્રપતિ ભવનમાં ટ્રમ્પ પરિવારનું શાહી સ્વાગત, ગાંધીજીની સમાધીએ ટ્રમ્પ દંપતિએ અર્પી પુષ્પાંજલી, જુઓ ફોટા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારત પ્રવાસમાં આજે દિલ્હીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ટ્રમ્પ, તેમના પતિની મેલેનિયાનું રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદ અે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું અને તે પછી બંને મહેમાનો રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીજીની સમાધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ભારતની ત્રણેય સેનાના જવાનો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ટ્રમ્પના સ્વવાગતમાં સંપૂર્ણ રાજકીય પ્રોટોકોલ જળવાયો હતો અને ઘોડેસવાર ટુકડી પણ તેમાં સામેલ રહી હતી.

રાષ્ટ્રપતિ ભવન ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીનું રાષ્ટ્રપતિ કોવિંદ તેમના પત્ની સવિતા કોવિંદની સાથે પીએમ મોદીએ સ્વાગત કર્યું હતું  રાષ્ટ્રપતિ ભવનમાં ભારત સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત  કરતી વખતે ટ્રમ્પે તેમની સાથે વાતચીત કરી હતી.