વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીને ભારત લવાયો, સાતમી માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર

વોન્ટેડ ગેંગસ્ટર રવિ પૂજારીની સાઉથ આફ્રીકામાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને ગત રાત્રે ભારત લાવવામાં આવ્યો હતો. સોમવારે રવિપૂજારીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સાતમી માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો.

બેંગ્લુરુના ફર્સ્ટ એડિશનલ સિટી મેજિસ્ટ્રેટ વી.જગદીશે પોલીસ કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો. તપાસમાં સહકાર આપવા પણ કોર્ટ જણાવ્યું છે. કોર્ટે રવિ પૂજારીની પૂછપરછનો વીડિયો અને ઓડિયો રેકોર્ડીંગ કરવાનો પણ હુકમ કર્યો છે.

રવિ પૂજારી માફિયા ડોન છોટા રાજનની ગેંગમાં સક્રીય રહ્યો છે અને દેશભરમાં તેની વિરુદ્વ 200 જેટલા ગુનો નોંધાયેલા છે. મર્ડર અને ખંડણીના કેસોમાં સંડોવાયેલા પૂજારીને ગઈ રાત્રે સેનેગલથી બેંગ્લુરુના કેમ્પેગૌવડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.

રવિ પુજારીનુ સેનેગલથી 22મી ફેબ્રઆરીએ ભારતમાં પ્રત્યાપર્ણ કરવામાં આવ્યું હતું. ભારતે 2019માં તેના પ્રત્યાપર્ણ અંગે સાઉથ આફ્રિકા સરકારને રજૂઆત કરી હતી.

એડીજીપી અમર કુમારે કહ્યું કે રવિ પૂજારી ફિઝીકલ રીતે ફીટ છે. આવતીકાલથી તેની પૂછપરછ કરવામાં આવશે. આશા છે કે પોલીસ તપાસમાં તે સહકાર આપશે અને જે પ્રશ્નો પૂછવામાં આવશે તેનો જવાબ આપશે.