મોટેરામાં ટ્રમ્પ બોલ્યા” અમે પાકિસ્તાન પર આતંક વિરુદ્વ એક્શન લેવા દબાણ આણ્યું”

અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટમાં હાજર રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પે આતંકવાદ વિરુદ્વ કાર્યવાહી કરવા પાકિસ્તાન પર દબાણ આણ્યું હોવાનું કહ્યું હતું અને જણાવ્યું કે આના કારણે ભવિષ્યમાં સારા પરિણામો મળવાની આશા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હાલ અમેરિકાનું વહીવટીતંત્ર પાકિસ્તાનમાં આતંકવાદને ખતમ કરવા માટે કામ કરી રહ્યું છે. ખાસ કરીને ઈસ્લામિક દેશોમાં આતંકને ખતમ કરવા કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે પોઝીટીવ રસ્તે આતંકનો ખાત્મો કરવા આગળ વધી રહ્યું છે. ખાસ કરીને પાકિસ્તાન બોર્ડર પર આતંકને ખતમ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું તે પાકિસ્તાન સાથે અમારા સંબંધો સારા છે. પાકિસ્તાન દ્વારા આતંકને ખતમ કરવા માટે કરવામાં આવી રહેલી કાર્યવાહીની પ્રશંસા કરી ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આતંકવાદ વિરુદ્વ કરવામાં આવી રહેલી કાર્યવાહી એ એક મોટી કાર્યવાહી બની છે. અલ બગદાદીને અમે ઠાર કર્યા છે. અને હવે ઈસ્લામિક આતંકવાદને ખતમ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.