અમદાવાદમાં ટ્રમ્પનું સ્વાગત, ગાંધી આશ્રમ પહોંચી બાપૂને આપી શ્રદ્વાંજલિ, ચરખો ચલાવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર વડાપ્રધાન મોદીએ ડોનાલડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ ગાંધી આશ્રમ પહોંચ્યા હતા.

ગાંધી આશ્રમના ગેટ પર વડાપ્રધાન મોદીએ તેમને આવકાર્યા હતા અને ત્યાર બાદ ટ્રમ્પને દોરવણી કરી ગાંધી આશ્રમની દરેક વસ્તુઓ બતાવવામાં આવી હતી. સૂતરની આંટીથી ગાંધીજીને શ્રદ્વાંજલિ આપવામાં આવી હતી ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે ગાંધીજીના સ્વદેશીના પ્રતિક સમા ચરખાને ચલાવ્યો હતો.