નમસ્તે ટ્રમ્પમાં સુપર્બ કેમિસ્ટ્રી: એક નહીં પણ છ વાર મોદી અને ટ્રમ્પ ગળે મળ્યા

પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. અમદાવાદ ખાતેની ઈવેન્ટમાં ટ્રમ્પ અને મોદી એક નહીં પણ છ-છ વાર ગળે મળ્યા હતા.

જ્યારે ટ્રમ્પે ભારતની બે દિવસીય યાત્રા માટે અમદવાદના એરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું. એરફોર્સ વનમાંથી ટ્રમ્પ બહરા નીકળ્યા અને બન્ને નેતાઓ ગળે મળ્યા હતા.રોડ શોમાં રસ્તાની બન્ને વચ્ચે ધ્વજ લઈને લોકો ઉભા રહ્યા હતા અને ટ્રમ્પ-મોદી અંગેના સૂત્રો પોકાર્યા હતા.

બન્ને નેતાઓ મોટેરા સ્ટેડીયમ પહોંચ્યા અને માનવ મહેરામણનું અભિવાદન ઝીલ્યું ત્યારે સ્ટેજ પરથી પહોંચતાની સાથે બન્ને નેતાઓ ગળે મળ્યા. મોટેરામાં બે વખત બન્ને નેતાઓ ભેટ્યા હતા.

નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને સંબોધતી વેળા પીએમ મોદીએ ભારત અને અમેરિકાની મિત્રતા પર ભાર મૂક્યો હતો અને ખાતરી આપી હતી કે અમેરિકા સાથે ભારતની મિત્રતા દુરોગામી અસરો કરશે.

સંબોધન દરમિયાનમાં પણ બન્ને નેતાઓ એકબીજાને ભેટ્યા હતા અને ત્યાર બાદ પણ ગળે મળ્યા હતા. આમ 6 વખત બન્ને નેતાઓ એકબીજાને ગળે મળ્યા હતા. આના પરથી ટ્રમ્પ અને મોદીની મિત્રતા કેટલી ગાઢ છે તેની પ્રતિતિ થાય છે.