દિલ્હીના જાફરાબાદમાં ફરી હિંસા શરૂ : એક પોલીસ કર્મીનું મોત

દેશના પાટનગર દિલ્હીમાં સીટીઝન્સ એમેડમેન્ટ એક્ટ (સીએએ) અને એનઆરસી સામે વિરોધ પ્રદર્શન આજે પણ યથાવત રહ્યું હતું અને તેના કારણે જાફરાબાદ સહિતના કેટલાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ બની હતી. ગોકુલપુરીમાં આ લખાય છે ત્યારે ધમાલ ચાલી રહી છે અને ત્યાં એક પોલીસ કર્મીનું મોત થયું છે. સાથે જ એક ડીએસપી સહિત કેટલાક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલો મળ્યા છે.

જાફરાબાદ અને મોજપુરમાં રવિવાર રાત્રે ઘણી ધમાલ થઇ હતી, ત્યાં સીએએનો વિરોધ કરનારા અને સીએએના સમર્થકો સામસામે આવી જતાં ધમાલ થઇ હતી અને તેના કારણે ઘણાં ઠેકાણે હિંસાચાર થયો હતો, સોમવારે ગોકુલપુરામાં થયેલી ધમાલમાં એક ડીસીપી ઘાયલ થયા હતાં ઉત્તર પૂર્વ દિલ્હીમાં ઓછામાં ઓછા 100 સ્થળે હિંસાની ઘટનાને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે.