મુંબઈમાં અડધા ડઝન ફિલ્મ હાઉસને ત્યાં ઈન્કમ ટેક્સ ખાતું ત્રાટક્યું, થઈ રહી છે મોટી કાર્યવાહી

ઈન્કમ ટેક્સ વિભાગના ટેક્સ ડિડક્શન એટ સોર્સિસ (TDS) અંતર્ગત મુંબઈના અડધા ડઝન એટલે કે 6 જેટલા ફિલ્મ હાઉસ પર સરવેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમાં પ્રખ્યાત ધર્મા પ્રોડક્શન હાઉસનો પણ સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ TDS દ્વારા ટેક્સ રિકવરી કરવા માટે સરવેની કાર્યવાહી કરવામાં આવી છે. આવકના સ્ત્રોતોમાં ખોટી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું છે.