બૂટ પોલીસ કરતો સની હિન્દુસ્તાની બન્યો ઈન્ડીયન આઈડલ-11નો વિજેતા,જાણો શું-શું મળ્યું પ્રાઈસમાં…

ઈન્ડીયન આઈડલ-11નો તાજ સની હિન્દુસ્તાનીના શિરે આવ્યો હતો. ટોપ-5 સિંગર વચ્ચે જબરદસ્ત મુકાબલો થયો હતો અને તેમાં સની હિન્દુસ્તાનીએ બાજી મારી લીધી હતી. સનીને 25 લાખ રૂપિયા ઈનામ રૂપે આપવામાં આવ્યા હતા અને ટી સિરીઝની ફિલ્મમાં સિંગીંગ કરવાનો મોકો આપવામાં આવશે. આ ઉપરાંત ટાટાની કાર પણ પ્રાઈસમાં આપવામાં આવી હતી. લાઈવ વોટીંગમાં પાંચ કરોડથી વધુ લોકોએ વોટ આપ્યા હતા. ટોપ-ટૂ તરીકે સની હિન્દુસ્તાની અને રોહિત રાઉત આવ્યા હતા.

ફર્સ્ટ રનર્સઅપ તરીકે રોહિત શ્યામ રાવ આવ્યો હતો. સેકન્ડ રનર્સઅપ તરીકે અંકોના મુખર્જી આવી હતી.  ફર્સ્ટ અને સેકન્ડ રનર્સઅપને પાંચ-પાંચ લાખ રૂપિયા મળ્યા હતા જ્યારે ફોર્થ રનર્સઅપ તરીકે રિધમ કલ્યાણ આવ્યો હતો અને ફિફથ રનર્સઅપ તરીકે અદ્રીસ ઘોષ આવ્યો હતો. ફોર્થ અને ફિફથ રનર્સઅપને ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ટોપ-5માં સની હિન્દુસ્તાની ઉપરાંત રોહિત રાઉત, અંકોના મખર્જી અને રિધમ કલ્યાણ વચ્ચે જબદસ્ત ફાઈટ થી હતી. સુરોનો આ મુકાબલો ભારે રોમાંચક રહ્યો હતો. ઈન્ડીયન આઈડલ-11ના જજ તરીકે વિશાલ ડડલાની, હિમેશ રેશમીયા અને નેહા કક્કડ રહ્યા હતા. શરૂઆતમાં અનુ મલીક પણ જજ તરીકે આવ્યા હતા. પણ મી ટૂના વિવાદના કારણે અનુ મલીકને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

સની હિન્દુસ્તાની પંજાબના ભટીંડાનો વતની છે અને રેલવે સ્ટેશન પર બૂટ પોલીશ કરતાં કરતાં તેણે ગીતો ગાયા અને ગીતો શીખ્યા. ખાસ કરીને નુસરત ફતેહ અલી ખાન અને રાહત ફતેહ અલી ખાનના ગીતો ગાઈને નામના મેળવી છે. ગ્રાન્ડ ફિનાલેમાં અનેક ભાવુક અને લાગણીભીની પળો આવી હતી.

ઈન્ડીયન આઈડલ સિઝન-10માં પણ ગરીબ કુટુંબમાંથી આવતા સલમાન અલી વિજેતા બન્યો હતો. આ વખતે પણ ઈન્ડીયન આઈડલમાં ગરીબ કુટુંબમાંથી આવતો સની હિન્દુસ્તાની વિજેતા બન્યો હતો.