શાહીન બાગ: મધ્યસ્થીકારની સુપ્રીમમાં એફિડેવિટ, CAAનું વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ, પોલીસે કારણ વિના બંધ કર્યા રસ્તા

દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સુધારો કાયદા (CAA) વિરુદ્ધ બે મહિના કરતાં વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલુ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થીકાર વઝાહત હબીબુલ્લાએ રસ્તા બંધ કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે.

સોગંદનામામાં જણાવાયું છે કે શાહીન બાગમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પોલીસે પાંચ સ્થળોએ રસ્તો રોકી દીધો છે. જો બ્લોકીંગ અટકાવી દેવામાંઆ આવી હોત તો ટ્રાફિક સરળતાથી રાબેતા મુજબ ચાલું રહ્યું હોત. સોગંદનામામાં જણાવાયું છે કે પોલીસે બિનજરૂરી રીતે રસ્તા બંધ કર્યા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે વઝાહત હબીબુલ્લાહને શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા અને સમાધાન શોધવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વઝાહત હબીબુલ્લા વિરોધ પ્રદર્શન સ્થળે ગયા હતા અને તપાસ કર્યા બાદ સોગંદનામું દાખલ કર્યું હતું.

પોતાના સોગંદનામામાં વઝાહત હબીબુલ્લાએ લખ્યું છે કે પોલીસે બિનજરૂરી રીતે રસ્તા બંધ કરી દીધા છે જેનાથી લોકોને મુશ્કેલી ઉભી થઈ રહી છે. જોકે સ્કૂલ વેન અને એમ્બ્યુલન્સમાં જવાની પરવાનગી આપવામાં આવી રહી છે, પરંતુ પોલીસ ચેકિંગ બાદ જ આ મંજૂરી આપવામાં આવે છે.

CAA,NPR અને NRCના મુદ્દે સરકારે પ્રદર્શનકારીઓ સાથે વાત કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે, વઝાહત હબીબુલ્લાહ પૂર્વ આઈએએસ અધિકારી છે અને મુખ્ય માહિતી કમિશનર પણ રહી ચૂક્યા છે. હબીબુલ્લા રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે શાહીન બાગ મુદ્દે સુનાવણી થવાની છે.

શનિવારે સવારે 10.30 કલાકે શાહીન બાગ પહોંચેલી સાધના રામચંદ્રને કહ્યું, “જો રસ્તો નહીં ખોલવામાં આવે તો અમે તમને મદદ કરી શકીશું નહીં. અમે વિરોધનો અંત લાવવાનું કહી રહ્યા નથી.” તેમણે કહ્યું, “હું અહીં સરકાર તરફથી આવ્યો નથી. અમે સુપ્રીમ કોર્ટને તમને રક્ષણ આપવા માટે કહીશું. તમને એક પાર્ક આપવામાં આવશે, જ્યાં તમે વિરોધ પ્રદર્શન ચાલુ રાખી શકો.”