માસિક ધર્મને લઈ હવે આવ્યું ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું નિવેદન, જાણો શું કહ્યું?

મહિલાઓના માસિકધર્મ પર સ્વામી કૃષ્ણસ્વરૂપના નિવેદન મામલે ગઢડા સ્વામિનારાયણ મંદિર સ્વામીના સમર્થનમાં આવ્યું છે. મહિલાઓના માસિક ધર્મ હિન્દૂ ધર્મનો એક આચાર છે અને પરંપરાગત રીતે તે પાળવો જોઈએ. એટલું જ નહીં તેમણે જણાવ્યું કે, ભુજ મંદિરને વિવાદ ઉભો કરી બદનામ કરી રહ્યા છે. આવું હરજીવન સ્વામીએ એક નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભુજ મંદિર દ્વારા માસિક ધર્મને લઈ સ્વામી કૃષ્ણસ્વરૂપના નિવેદનને લઈ વિવાદ સર્જાયો છે ત્યારે ભુજ મંદિરના સમર્થનમાં ગઢડા ગોપીનાથજી ટેમ્પલબોર્ડના ચેરમેન હરજીવન સ્વામી તેમના સમર્થનમાં આવ્યા છે. તેમણે મહિલાઓના માસિક ધર્મ મામલે શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરેલી છે તે ભુજ મંદિર અમલ કરી રહ્યું છે. ભુજ મંદિર દ્વારા જે કર્યું છે તે વ્યવહારિક છે. તેવું ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ નિવેદન આપતા મામલો ગરમાયો હતો. ગુજરાતમાં શરમજનક ઘટનાને વધુ સમર્થન આપીને ધર્મ અને મહિલાઓ વચ્ચે એક વર્ગવિગ્રહ જેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

ગઢડા ટેમ્પલ બોર્ડના ચેરમેન હરજીવનદાસ સ્વામીના નિવેદન મુજબ માસિક ધર્મ હિન્દુ ધર્મનું એક આચાર છે. માસિક ધર્મ પરંપરાગત રીતે પાળવો જોઇએ. ભૂજ મંદિર મુદ્દે જાણી જોઇને વિવાદ ઉભો કરાયો છે. મંદિર અને સંપ્રદાયને બદનામ કરવાનું ષડયંત્ર છે. સાધુ સમાજ અમે ભુજની સાથે છીએ. અમારૂં ભુજના સ્વામીને સમર્થન છે. સત્સંગ મહાસભાના અધ્યક્ષ નૌતમ સ્વામીએ વીડિયો જાહેર કર્યો છે. નૌતમ સ્વામીએ સંતો સાથે એક વીડિયો જાહેર કર્યો છે. સ્વામિનારાયણ ભગવાને લખેલા શિક્ષાપત્રીનો હવાલો આપ્યો છે. માસિકધર્મ વિવાદમાં ખુલ્લું સમર્થન કરતા વિવાદ વધુ વકર્યો છે.