એશિયન ચેમ્પિયનશિપ : રવિ દહિયા ગોલ્ડ જીત્યો, બજરંગ હારતા સિલ્વરથી સંતોષ માનવો પડ્યો

શનિવારે અહીં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની મેન્સ ફ્રી સ્ટાઇલ સ્પર્ધાની અલગઅલગ વેઇટ કેટેગરીની ફાઇલમાં પહોંચેલા ભારતના ચાર રેસલરમાંથી રવિ દહિયાએ ગોલ્ડ જીત્યો હતો, જ્યારે બજરંગ પોતાના ટાઇટલને બચાવવામાં નિષ્ફળ રહેતા તેણે સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.

57 કિગ્રાની કેટેગરીમાં રવિ દહિયાએ પ્રભાવક પ્રદર્શન કરીને જાપાનના યુકી તાકાહાશીને 14-5થી હરાવ્યો હતો. તે પછી મોંગોલિયાના તુગ્સ બતજારગલને હરાવ્યો અને સેમી ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના નૂરીસ્લામ સનાયેવને હરાવ્યો હતો. હવે તેનો સામનો તાઝિકિસ્તાનના હકમાતુલો વોહિદોવ સાથે થયો હતો.

આ બે સિવાય ગૌરવ બલિયાન79 કિગ્રાની કેટેગરીમાં તો સત્યવ્રત કાદિયાન 97 કિગ્રાની કેટેગરીમાં ફાઇનલમાં પહોંચ્યા હતા તેઓ પણ પોતપોતાની બાઉટ હારી ગયા હતા. એકમાત્ર નવીન 70 કિગ્રાની કેટેગરીમાં સેમી ફાઇનલમાં આમિર હુસેન અલી હોસનેની સામે હારીને ગોલ્ડની રેસમાંથી આઉટ થયો હતો.