નિર્ભયાના દોષીઓને તિહાર જેલનું ફરમાન, જાણવો તમારી આખરી ઈચ્છા? ઘરવાળાને ક્યારે મળવું છે?

તિહાર જેલ તંત્રે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના તમામ ચારેય દોષીઓને લેખિતમાં જાણ કરી છે કે પરિવારજનો સાથે છેલ્લી મુલાકાત ક્યારે કરવાની છે. નવા ઓર્ડરમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુકેશ અને પવન પરિવારજનો સાથે આખરી મુલાકાત કરી ચૂક્યા છે. દોષિત અક્ષય અને વિનયને પણ તેમના પરિવાર સાથે અંતિમ મુલાકાત માટે કહેવામાં આવ્યું છે. સાપ્તાહિકી મુલાકાતો હજી ચાલુ છે.

જો નિર્ભયા દોષિતોની ફાંસી મોકૂફ રાખવામાં નહીં આવે તો દોષી લોકો તેમના પરિવારને છેલ્લી વખત મળશે. નિર્ભયાના ચારેય દોષીઓને ત્રીજી માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. પટીયાલા હાઈકોર્ટે આ ચુકાદો 17 ફેબ્રુઆરીએ નવો ડેથ વોરંટ આપવાની માંગણી કરતી અરજી પર આપ્યો હતો. સતત કાનૂની-દાવપેચના કારણે નિર્ભયા દોષીઓની ફાંસી મુલતવી રાખવામાં આવી રહી છે.

નિર્ભયા ગેંગરેપ કેસના ચારેટ દોષિતોને મુકેશ મુકેશકુમાર સિંહ, વિનયકુમાર શર્મા, અક્ષય અને પવન ગુપ્તાને ફાંસી આપવામાં આવશે. ફાંસી ટાળવા માટે ચારેય દોષિતોમાંથી ત્રણ મુકેશ, વિનય અને અક્ષયે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજીઓ પણ કરી હતી, પરંતુ તેમની દયાની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્રણેયને ફાંસી આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેમની પાસે હવે કોઈ વિકલ્પ બાકી નથી. જ્યારે ચોથા દોષી પવન ગુપ્તાએ હજી સુધી સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટીવ પીટીશન કરી નથી કે રાષ્ટ્રપતિ પાસે દયાની વિનંતી કરી નથી.

જો પવન ગુપ્તા તેના વિકલ્પોનો ઉપયોગ કરે છે, તો ત્રીજી માર્ચની ફાંસી પર ટળી શકે છે. ફાંસીના દિવસ પૂર્વે જ એટલે કે 29 ફેબ્રુઆરી પછી પાવન વતી ક્યુરેટીવ પીટીશન કરવામાં આવે છે, તો સુનાવણીના સમયની માંગ કરવામાં આવે અને આના કારણે ત્રીજી માર્ચના રોજ સવારે અપાનારી ફાંસી મુલતવી રહી શકે છે. આ ઉપરાંત પવન પાસે અન્ય વિકલ્પ પણ છે કે તેમણે રાષ્ટ્રપતિને દયાની અરજી કરે અને રાષ્ટ્રપતિ આ અંગે નિર્ણય લે ત્યાં સુધીમાં પણ ફાંસી આપવામાં મોડું થઈ શકે છે.