સોનભદ્રમાંથી ત્રણ હજાર ટન સોનું મળવા અંગે સૌથી મોટો ખુલાસો, માત્ર આટલા કિલો સોનું જ મળી આવ્યું

જિઓલોજિક સરવે ઓફ ઈન્ડીયા(GSI) એ યુપીના સોનભદ્રમાંથી ત્રણ હજાર ટન સોનું મળવાને લઈ મોટો ખુલાસો કર્યો છે. GSIએ શનિવારે જણાવ્યું કે સોનભદ્રમાંથી ત્રણ હજાર ટન સોનું મળવાની વાત સદંતર ખોટી છે.

GSIના ડાયરેક્ટર જનરલ એમ.શ્રીધરે જણાવ્યું કે GSI દ્વારા સોનું મળવાને લઈ કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. કોઈ પણ સંસાધનો સંબંધિત તારણો સંપૂર્ણ સર્વેક્ષણ પછી જ શેર કરવામાં આવે છે. 1989-99 દરમિયાન સોનભદ્રમાં ખોદાણ કરવામાં આવી રહ્યું છે. યુપીના DGMને જરૂરિયાત મુજબની કાર્યવાહી કરવા માટે માહિતી આપવામાં આવી હતી.

તેમણે જણાવ્યું કે સોના માટે ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (જીએસઆઈ)ના સંશોધન કાર્યો સંતોષકારક નથી અને સોનભદ્ર જિલ્લામાં સોનાના મોટા સંસાધનો મળી આવવાના પરિણામ પ્રોત્સાહક નથી, એમ તેમણે ઉમેર્યું. સોનભદ્ર જિલ્લા ખાણકામ અધિકારી કે.કે. રાયે શુક્રવારે કહ્યું હતું કે, સોનાનો જથ્થો જિલ્લાના સોનભદ્રના પહાડી અને હરદી વિસ્તારમાં મળી આવ્યો છે.

તેમણે જણાવ્યું કે ખનીજ ક્ષેત્રમાં સરેરાશ 3.03 ગ્રામ પ્રતિ ટન સોનાનો ગ્રેડ હોય છે અને તે પ્રકૃતિમાં સંચારિત હોય છે. મીડિયામાં ત્રણ હજાર ટન સોનું મળવાની વાત કરવામાં આવી છે હકીકતમાં એટલું સોનું મળી આવ્યું નથી. માત્ર 160 કિલો સોનું જ મળી આવ્યું છે.