વડોદરાના પાદરા નજીક ગમખ્વાર અક્સ્માત, 14નાં કમકમાટીભર્યા મોત

વડોદરાના પાદરા નજીક મહુવાડ-રાણુ ગામ નજીક ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર અને આઈસર વચ્ચેની ભીષણ ટક્કરમાં 14 લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં આઠ લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. વળી, હોસ્પિટલમાં મોકલવામાં આવતા, અન્ય 6 લોકોનું સારવાર લેતા પહેલા મોત નીપજ્યું હતું. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે.

અક્સ્માત એટલું બધું ભયંકર હતું કે, તેનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. અને પોલીસ-એમ્બ્યુલન્સને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ટ્રાફિક જામને દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. જોકે પોલીસે મૃતકોની ઓળખ કરી રહી છે અને તેમના સબંધીઓની શોધમાં છે.