જિઓ વર્સીસ એરટેલ વર્સીસ વોડાફોન, સાડા છ રૂપિયામાં 1.5 GB ડેટા, જાણો કોનો પ્લાન છે બેસ્ટ

રિલાયન્સ જિઓએ તાજેતરમાં ડેઈલી ડેટા સાથે અન્યુઅલ પ્રિપેડ પ્લાનને અપડેટ કર્યો છે. અગાઉ આ પ્લાન 2,020 રૂપિયામાં આવતો હતો, જેને હવે 2,121 કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે પ્રિપેડ યોજના હવે 101 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. 28 દિવસની માન્યતા અનુસાર લગભગ 8.4 રૂપિયા (માસિક પેક) હશે. જો કે, આ પ્લાનમાં મળનારા બેનિફિટ પહેલા જેવા જ છે.

રિલાયન્સ જિયો ઉપરાંત એરટેલ અને વોડાફોન પાસે પણ વાર્ષિક પ્રિપેઇડ યોજનાઓની જાહેરાત કરી છે. અહીં અમે તમને ત્રણેય કંપનીઓની લાંબા ગાળાની પ્રિપેઇડ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ. આ સાથે  આ પ્લાનમાંથી રિચાર્જ કરવા પર દૈનિક અને માસિક કેટલો ખર્ચ થશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. આની મદદથી તમે સરળતાથી અનુમાન કરી શકશો કે તમારા માટે કઈ કંપનીની લાંબા ગાળાના પ્રિપેઇડ પ્લાન બેસ્ટ છે.

રિલાયન્સ જિઓ

જિઓના 2,121 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 336 દિવસ છે. આમાં તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે. સંપૂર્ણ ફૂલ વેલિડીટી સંદર્ભમા  આ યોજનામાં 504 જીબી ડેટા ઉપલબ્ધ છે. આ સિવાય તમને જિઓ પર અનલિમિટેડ કોલીંગ તથા અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 12 હજાર મીનીટ અને દરરોજ 100 એસએમએસ મળશે. આ પ્લાન પ્રમાણે દરરોજ આશરે 6.31 રૂપિયા છે. જ્યારે માસિક એટલે કે 28 દિવસની વેલિડીટી અનુસાર જો તમે તેને રિચાર્જ કરો છો, તો 28 દિવસની કિંમત 176.75 રૂપિયા થશે.

એરટેલ

જિયોના 2121 રૂપિયાના પ્લાનની સરખાણીએ એરટેલ 2,398 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. તેની વેલિડીટી 365 દિવસ છે. આમાં, તમને દરરોજ 1.5 જીબી ડેટા મળશે, એટલે કે,ટોટલ પ્લાનમાં 547.5 જીબી ડેટા મળે છે. આ સિવાય અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલીંગ અને 100 એસએમએસ ઉપલબ્ધ છે. જો તમે દૈનિક ધોરણે નજર નાખો તો આ પ્લાન રિચાર્જ કરવા પર તમારો દૈનિક ખર્ચ 6.56 રૂપિયા થશે. જ્યારે 28 દિવસની વેલિડીટી અનુસાર તમારો ખર્ચ 183.95 રૂપિયા થશે.

વોડાફોન

વોડાફોન પાસે 2,399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે. આમાં પણ તમને દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ મળશે. આ પ્લાનની વેલિડીટી 365 દિવસની છે. આ પ્લાન સાથે રિચાર્જ કરવા પર તમારો દૈનિક ખર્ચ 6.57 રૂપિયા અને 28 દિવસના લગભગ 184 રૂપિયા થાય છે.

કોનો પ્લાન છે બેસ્ટ?

આ ત્રણ કંપનીઓના પ્લાનમાં જિયોના પ્લાનનો સૌથી ઓછો ભાવ છે. જોકે, તેની વેલિડિટી પણ એરટેલ અને વોડાફોન પ્લાન કરતા 29 દિવસ ઓછી છે. દૈનિક ખર્ચ અનુસાર આ ત્રણમાં જિયોના પ્લાન સૌથી સસ્તા છે. જો તમે ડેટાના દૃષ્ટિકોણથી જ જોશો, તો પછી જિઓના પ્લાન લેવો ફાયદાકારક રહેશે.જોકે, તમારી જરૂરીયાત ફક્ત ડેટા જ નહીં, પણ વધુ કોલીંગની પણ છે, તો એરટેલ અથવા વોડાફોનના પ્લાન ફાયદાકાર બની રહેશે.

જિઓના આ લાંબા ગાળાના પ્લાનમાં તમને અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે 12 હજાર મીનીટ મળે છે, જે દિવસની લગભગ 36 મીનીટ થવા જાય છે. જ્યારે એરટેલ અને વોડાફોનનૃ પ્લાનમાં તમને અન્ય નેટવર્ક પર પણ અમર્યાદિત કોલ કરવાની સુવિધા છે.