44 વર્ષની વયે શિલ્પા શેટ્ટી બીજીવાર બની માતા : લગ્નના 11 વર્ષ પછી પુત્રીનો જન્મ

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ફરી એકવાર માતા બની છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુ્દ્રાના ઘરે એક પુત્રીનો જન્મ થયો છે. શિલ્પાએ જાતે જ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી હતી. શિલ્પા શેટ્ટીએ સાથે જ એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેના ઘરે અવતરેલા લક્ષ્મીજીનો નાનકડો હાથ દેખાઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

||Om Shri Ganeshaya Namah|| Our prayers have been answered with a miracle… With gratitude in our hearts, we are thrilled to announce the arrival of our little Angel, Born: February 15, 2020 Junior SSK in the house ‘Sa’ in Sanskrit is “to have”, and ‘Misha’ in Russian stands for “someone like God”. You personify this name – our Goddess Laxmi, and complete our family. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀ ~ Please bestow our angel with all your love and blessings❤ ~ Ecstatic parents: Raj and Shilpa Shetty Kundra Overjoyed brother: Viaan-Raj Kundra . . . . . . . . . #SamishaShettyKundra #gratitude #blessed #MahaShivratri #daughter #family #love

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on

શિલ્પા શેટ્ટીએ જાતે જ આ ખુશી જાહેર કરતા લખ્યું છે કે ઓમ શ્રી ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો આ ચમત્કાર સાથે જવાબ આવ્યો છે. ઘણી ખુશી થઇ રહી છે એ વાતની જાહેરાત કરતાં કે અમારા ઘરે નાનકડી પરી સમિશા શેટ્ટી કુન્દ્રાનું આગમન થયું છે. સમિશા શેટ્ટી કુન્દ્રાનો જન્મ 15 ફેબ્રુઆરી 2020ના દિવસે થયો છે અને હવે જૂનિયર SSK ઘરે આવી ગઇ છે. સંસ્કૃતમાં સનો અર્થ પ્રાપ્તિ થાય છે અને મિશાનો અર્થ કોઇ દેવતાની જેમ છે. મતલબ કે તમે એ નામને લક્ષ્મી દેવી માનો. જેણે અમારા પરિવારને પૂર્ણ કર્યો છે.

શિલ્પા શેટ્ટીની આ પુત્રીનો જન્મ સરોગસી દ્વારા થયો છે. આ પહેલા શિલ્પા અને રાજ કુન્દ્રાનો એક પુત્ર છે, જેનું નામ વિવાન છે. જેનો જન્મ 2012માં થયો હતો. શિલ્પાએ રાજ કુન્દ્રા સાથે 2009માં લગ્ન કર્યા હતા.