મોદી અને અમિત શાહ પર આધાર રાખવાને લઈ ભાજપને RSSની ગંભીર ચેતવણી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ તાકાત લગાવી દીધી હોવા છતાં માત્ર આઠ સીટો જ મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીને સંઘ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર થયા બાદ આને લઇને વાત કરવામાં આવી છે. મુખપત્રમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને હંમેશાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ મદદ કરી શકે નહીં. આ બે નેતાઓ પાર્ટીને હંમેશાં જીતાડી શકે નહીં. આ લેખમાં મૂલ્યાંકનની વાત કરવામાં આવી છે.

આ લેખમાં ભારતીય જનતા પાર્ટી, પાર્ટીના દિલ્હી એકમ અને ચૂંટણીમાં ઉતારી દેવામાં આવેલા ઉમેદવાર અંગે વિસ્તારપૂર્વક વાત કરવામાં આવી છે. દીનદયાલ ઉપાધ્યાયના એક ઉદ્ધરણવાળા લેખમાં કહેવામાં આવ્યુ છે કે એક ખરાબ ઉમેદવાર માત્ર પોતાને આના માટે સારા ઉમેદવાર હોવાનો દાવો કરી શકે નહીં કે તે જે પાર્ટી સાથે જોડાયેલો છે તે સૌથી સારી પાર્ટી છે.

આ લેખમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને એક સંસ્થાન હોવાના આધાર પર  આ બાબતને સમજી લેવાની જરૃર છે કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના આધાર પર દરેક વખત ચૂંટણી જીતી શકાય નહીં. પાર્ટીને નવેસરથી તૈયાર કરવાની પણ જરૃર દેખાઇ રહી છે.

દિલ્હીમાં માહોલ બદલાયો છે તેના પર લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ હમેંશા રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને જીતાડી શકે તેમ નથી. અન્ય વિકલ્પ નથી પરંતુ દિલ્હીમાં સ્થાનિક લોકોની અપેક્ષા પર યોગ્ય સાબિત થવા માટે વધારે તૈયારી કરવાની જરૃર છે. શાહીન બાદ નેરેટિવ ભારતીય જનતા પાર્ટી માટે ફ્લોપ છે. કારણ કે અરવિન્દ કેજરીવાલ આ મુદ્દે બિલકુલ સ્પષ્ટ હતા. ભાજપને કેજરીવાલ પર નજર રાખવાની જરૃર છે.