ચાર મહિનાથી બંધ પડેલી રો-રો ફેરી સર્વિસ આ તારીખથી ફરી શરૂ થવા જઈ રહી છે

ગુજરાતમાં ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવેલી દહેજ-ઘોઘા ફેરી સર્વિસ ફરીથી શરૂ થવા જઈ રહી છે. ગુજરાત સરકારે ફેરી સર્વિસને પુન: ચાલુ કરવાની જાહેરાત કરી છે. 24મી ફેબ્રુઆરીથી રો રો ફેરી સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે.

ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી રો-રો ફેરી સર્વિસને સપ્ટેમ્બર મહિનામાં અનિશ્ચિત મુદત માટે બંધ કરાવામાં આવી હતી. મહત્વનું છે કે દહેજના દરિયામાં પાણીની ઉંડાઈ ન મળતા તંત્રને આ નિર્ણય લેવાની ફરજ પડી  હતી.

આ સર્વિસ દ્વારા ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ વચ્ચેનું અંતર ઘટીને 30 નોટીકલ માઇલ થઈ ગયું હતુ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. પરંતુ પાણીની ઉંડાઇના અભાવે કાદવયુક્ત પાણી આવી જતા ફેરીને અવરોધ ઉભો થયો હતો.