ટ્રમ્પની સાથે પુત્રી ઇવાન્કા અને જમાઇ જેરેડ પણ ભારત આવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવતા અઠવાડિયે થનારી ભારત યાત્રામાં તેની સાથે તેની પુત્રી ઇવાન્કા પણ જોડાશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રમ્પના પ્રતિનિધિ મંડળમાં તેમના વરિષ્ઠ સહાયક અને જમાઇ જેરેડ કુશનર પણ હશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ફર્સ્ટ લેડી મેલેનિયા સહિત એક ઉચ્ચ પ્રતિનિેધિ મંડળસાથે 24 ફેબ્રુઆરીએ બે દિવસીય ભારત પ્રવાસે આવી રહ્યા છે. 24મીએ તેઓ અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે અને તેના આગલા દિવસે આગ્રા જઇને તાજમહલ જોવા માટે જશે. આ દરમિયાન તેઓ પીએમ મોદી સાથે એક ટ્રેડ ડીલ અંગે પણ વાતચીત કરશે.

ટ્રમ્પ સાથેના પ્રતિનિધિ મંડળમાં તેમના મહેસુલ સચિવ સ્ટીવ મન્યૂચિન અને વાણિજ્ય સચિવ વિલબર રોસ પણ હશે. ટ્રમ્પ ભારતમાં લગભઘ 36 કલાકનો સમચ વિતાવશે. અમદાવાદથી દિલ્હી જતાં પહેલા ટ્રમ્પ આગ્રા પહોંચશે. ટ્રમ્પની પુત્રી ઇવાન્કા આ પહેલા પણ ભારત આવી ચુકી છે. 2017માંમ તેણે હૈદરાબાદમાં યોજાયેલી ગ્લોબલ આન્ત્રપ્રેન્યોરશિપ સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદી અને ઇવાન્કાએ એ ઇવેન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું.

તે સમયે ઇવાન્કાએ માત્ર ભારતની સફળતાની જ પ્રશંસા નહોતી કરી પણ સાથે જ પીએમ મોદીની એક ચાયવાલાથી લઇને સત્તાના શિખર સુધી પહોંચવાની વ્યક્તિગત યાત્રાની પણ મુક્ત મને પ્રશંસા કરી હતી. ઇવાન્કાએ કહ્યું હતું કે તમે જે પ્રાપ્ત કર્યું છે તે અસાધારણ છે. બાળપણમાં ચા વેચવાથી લઇને ભારતના વડાપ્રધાન સુધીના તમારા પ્રવાસે સાબિત કર્યું છે કે બદલાવ સંભવ છે.