કેનેડામાં બરફના હળવા તોફાનને કારણે ૨૦૦ વાહનો એકબીજા સાથે ભટકાયાં

કેનેડામાં મોન્ટ્રિયલની દક્ષિણે ક્વિબેક શહેરની નજીક હાઇ-વે નંબર ૧પ પર એકસાથે બસ્સો વાહનો એકબીજા સાથે ભટકાઇ પડ્યા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ નથી પણ અનેક લોકોને ઇજા થઇ છે. આ અકસ્માત ક્વિબેક નજીકના હાઇવે પર સ્થાનિક સમય પ્રમાણે બુધવારે બપોરે ૧૨.૩૦ કલાકે બન્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના બરફ વર્ષાને કારણે બની હતી. હાઇવે પર દોડી રહેલા વાહનોમાંથી ૨૦૦ જેટલા વાહનો એક પછી એક એક બીજાની સાથે અથડાઇ પડયા હતા. આ ઘટનામાં જાનહાનિના કોઇ અહેવાલ નથી પણ ક્વિબેક પોલીસના જણાવ્યા પ્રમાણે એક ડઝન જેટલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે બપોરે પણ બે માણસો કાટમાળમાં ફસાયેલા હતા. કોઇક વાહનમાંથી નીકળેલા ડીઝલના રગડાએ પણ સમસ્યા ઉભી કરી હતી. ઇજાગ્રસ્તોમાંના બેની હાલત ગંભીર ગણાવાય છે.