ડબ્બૂ રત્નાનીના બોલિવૂડ કેલેન્ડરમાં કિયારા અડવાણીનો બોલ્ડ અવતાર, ચાહકોએ પહેરાવ્યા કપડાં

ડબ્બૂ રત્નાનીનું બોલિવૂડ કેલન્ડર 2020 આવી ગયું છે. તેમાં અનેક બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ છે. પરંતુ સૌથી વધારે જેની ચર્ચા થઈ રહી છે તે છે કિયારા અડવાણી. કેમ ન હોય કારણે કે કિયારા સાથે સાથે ‘કબીર સિંહ’ની ‘પ્રીતિ’ પણ છેને! એવામાં કબીર સિંહના ફેન્સને કિયારાનો આ બોલ્ડ અવતાર પસંદ ન આવ્યો. એટલા માટે તેમણે સંસ્કારી રૂપ આપવા માટે તેને કપડાં પહેરાવી દીધા છે.

 

View this post on Instagram

 

A leaf out of #DabbooRatnaniCalendar! @dabbooratnani @manishadratnani

A post shared by KIARA (@kiaraaliaadvani) on

કિયારાએ આ ફોટોગ્રાફ 18 ફેબ્રુઆરીએ શેર કર્યો હતો. સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘ડબ્બૂ રત્નાનીના કેલેન્ડરનું એક પાંદડું’ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આ ફોટોને 20 લાખથી વધારે લાઈક્સ અને 35 હજારથી વધારે કોમેન્ટ મળી ચૂકી છે. કિયારાના ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધારે ફોલોઅર્સ છે.

કિયારાનો આ ફોટો વાઈલ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તે ફોટો પર પોતાની ક્રિએટિવિટી દેખાડી અને કિયારનાને અલગ-અલગ કપડાં પહેરાવી દીધા. સોશિયલ મીડિયા પર કિયારાના બોલ્ડ અવતારને સંસ્કારી અવતારમાં બનાવી ફરતા કરાયેલા ફોટો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.