ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ ગાંધી આશ્રમ નહીં જાય, આ છે કારણો…

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ અમેરિકાન રાષ્ટ્રપતિ બનશે. ગાંધી આશ્રમ ખાતે તેમની મુલાકાત માટેની તૈયારીઓની વચ્ચે સિક્યોરીટી રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે કે નહીં તે અંગે સિક્યોરીટી રિવ્યુ કર્યા બાદ આગળની કાર્યવાહી અને આયોજન કરવામાં આવી રહ્યું છે.

હાલ તો અમેરિકાન રાષ્ટ્રપતિના રોડ શોમાં અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડીયમને આવરી લેવામાં આવ્યું છે. ગાંધી આશ્રમ ખાતે સિક્યોરીટીની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી રહી છે. ટ્રમ્પના કાફલામાં કારોનો કાફલો તૈનાત રહેશે અને ગાંધી આશ્રમ ખાતે આ સ્થિતિને પહોંચી વળવા માટેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની ગાંધી અશ્રમની વિઝીટ કેન્સલ કરવામાં આવે તેવી શક્યતા છે. ફાઈનલ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગાંધી આશ્રમ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને સિક્યોરીટી કવરના કારણે ગાંધી આશ્રમની મુલાકાત રદ્દ કરવામાં આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. મુલાકાત માટે આશ્રમમાં કેટલાક સુધારા અને ફેરફાર પણ સૂચવવામાં આવ્યા છે.

22 કિમી લાંબો રોડ શો યોજીને ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચશે અને ત્યાં લગભગ 25 મીનીટ ગાળશે. ગાંધી આશ્રમમાં ગાંધીજીના કોટેજ હૃહય કુંજના દર્શન કરશે. ત્યાર બાદ ગાંધીજીએ 1918થી 1930 દરમિયાન જ્યાં બેસીના પૂજા કરી હતી તે ઉપાસના મંદિરની મુલાકાત લેશે.