ભોપાલના તળાવમાં IPS અધિકારીઓથી ખીચોખીચ ભરેલી હોડી પલટી, DGPની પત્ની પણ હતા હોડીમાં સવાર

આઈપીએસ સર્વિસ મીટ દરમિયાન ભોપાલના તળાવમાં હોડી પલટી ખાઈ ગઈ હતી. હોડીમાં આઈપીએસ ઓફીસર અને તેમના પરિવારજનો સવાર હતા. મધ્યપ્રદેશના ડીજીપી વિજય કુમારસિંહના પત્ની પણ હોડીમાં હાજર હતા.

વોટર સ્પોર્ટ્સ દરમિયાન આ ઘટના બની હતી. હોડી પલટી ખાતાં જ આજુબાજુના ગામોના લોકોની મદદથી તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસ વેલ્ફેલના એડીજી વિજય કટારીયાએ જણાવ્યું કે હોડીમાં હાજર લોકોએ લાઈફ જેકેટ્સ પહેર્યા હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. કશું દુર્ભાગ્યપૂર્ણ બન્યું નથી. દર વખતે અધિકારીઓ વોટર સ્પોર્ટસમાં ભાગ લે છે જેમાં સલામતીના કારણોસર તેમને લાઈફ જેકેટ્સ પહેરવવામાં આવે છે.