ટ્રમ્પની વિઝીટને લઈ 24મીએ અમદાવાદના આ રસ્તાઓ પર જતા નહીં, આ છે ડાયવર્ઝન

24મી તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે ત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ટાણે અમદાવાદની ટ્રાફિક વ્યવસ્થાના અનુસંધાને અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જાહેરનામું પ્રસિદ્વ કરી રસ્તાઓને ડાવર્ઝન કર્યા છે અને કેટલાક રસ્તાઓ પર વાહનવ્યવહારને પ્રવેશ બંધી કરવામાં આવી છે.

પ્રતિબંધિત રસ્તાઓ

  • જનપથથી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટથી કૃપા રેસિડન્સી થઈ મોટેરા સુધીનો રસ્તો
  • ન્યૂ સીજી રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડીયમ સુધીનો રસ્તો
  • કોટેશ્વરથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડન્સી સુધીનો રસ્તો
  • દેવર્ષ ફ્લેટથી શરણ સ્ટેશન થઈ આસારામ આશ્રમ ચાર રસ્તાથી કલબ હાઉસ સુધીનો રસ્તો
  • સરદાર પટેલ રીંગરોડ પરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો રસ્તો
  • નોબલ-ટીથી ઈન્દીરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો રસ્તો
  • શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રસ્તો