અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા ઈક્વિપમેન્ટ સાથે ફરી ગ્લોબ માસ્ટર આવી પહોંચ્યું

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 24 ફેબ્રુઆરીની મુલાકાત પૂર્વે સોમવારે અમેરિકી એરફોર્સનું ગ્લોબ માસ્ટર કાર્ગો કેરિયર વિમાન બુધવારે ફરી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યું છે. તેમાં સુરક્ષા ઈક્વિપમેન્ટ અને સિક્રેટ સર્વિસ ઓફિસર્સનો રસાલો આવ્યો છે. આ પહેલા સોમવારે અમેરિકી સુરક્ષા એજન્સીઓ માટેના આધુનિક ઉપકરણો તેમજ સિક્રેટ સર્વિસના વેપન્સ સહિતની સામગ્રી લાવવામાં આવ્યા હતા અને સોમવારે બપોરે અમેરિકા પરત ફર્યુ હતું.

ગ્લોબ માસ્ટર 3500 ફૂટ (1064 મીટર) લાંબા અને માત્ર 90 ફૂટ (27.4 મીટર) પહોળા રન-વે પરથી ટેક ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. આટલા ટૂંકા રન-વે પરથી વિમાન વળાંક પણ લઈ શકે છે.

અમેરિકી પ્રમુખને ‘ધ બિસ્ટ’ તરીકે ઓળખાતી વિશ્વની સૌથી સુરક્ષિત કારમાં બેસાડવામાં આવે છે. અમેરિકી પ્રમુખ જ્યારે કોઈ દેશની મુલાકાતે જાય તે પહેલાં એરફોર્સના ગ્લોબ માસ્ટર કાર્ગો કેરિયર વિમાનમાં આ રીતે કાર ફીટ કરી જે-તે શહેરમાં લઈ જવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત દરમિયાન 22 કિલોમીટરનો રોડ-શો પણ યોજાવાનો છે. અમેરિકી પ્રમુખના કાફલામાં 40થી વધુ કાર જોડવામાં આવે તેવી શક્યતા છે. કારના કાફલા પૈકીનું એક રોડરનર સોમવારે અમદાવાદ આવી પહોંચ્યું હતું.