સુરક્ષામાં મોટા છીંડા: કંડલા પોર્ટ પર જપ્ત કરાયેલું ચીનનું જહાજ સરકીને પાકિસ્તાન જતું રહ્યું…

કંડલા પોર્ટ ખાતે 4 અને 5 ફેબ્રુઆરીની વચ્ચે જપ્ત કરાયેલું ચીનનું જહાજ સરકીને પાકિસ્તાનાના કરાંચી ખાતેના પોર્ટ કાસીમ તરફ જતું રહ્યું હોવાની માહિતી બહાર આવતા સુરક્ષામાં છીંડા હોવાનું બહાર આવ્યું છે. જહાજમાં મિસાઈલને લગતું શસ્ત્ર સરંજામ હોવાનો રિપોર્ટ હિન્દુસ્તાન ટાઈમ્સે પ્રસિદ્વ કર્યો છે.

હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે વેપારી જહાજ (MV) ડા કુઇ યુન ભારતીય કસ્ટમ અધિકારીઓએ અગાઉ દીનદયાળ બંદર પર અટકાયત કરી હતી. આ પોર્ટને અગાઉ કંડલા બંદર તરીકે ઓળખવામાં આવતું હતું છે.

કસ્ટમ્સ અધિકારીઓએ સોમવારે હોંગકોંગનું ધ્વજ ધરાવતા જહાજમાંથી શંકાસ્પદ કાર્ગો કબ્જે કર્યો હતો. સોમવારે પણ જહાજમાં તેના ક્રુ મેમ્બરો સવાર હતા. ત્રીજી ફેબ્રુઆરીએ કંડલા પહોંચેલું આ જહાજને 16 નંબરની જેટીથી દૂર ખસેડવામાં આવ્યું હતું અને લંગર ક્ષેત્રમાં લંગારવામાં આવ્યું હતું.

આ મામલે બંદરના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે જહાજના ડોક્યુમેન્ટ્સ પણ કબ્જે કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. અધિકારીએ નામ ન આપવાની શરતે ઉમેર્યું, “આગળની કાર્યવાહી સરકાર પર નિર્ભર છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની ટીમ કાર્ગોની તપાસ કરી રહી છે. જહાજ કિંમતી માલસામાનથી લગભગ ભાગી ગયું છે.

કંડલા બંદરના અધિકારીઓએ મત મુજબ નિયમો અનુસાર ચીનના જહાજને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ” જારી કર્યું હતું. પોર્ટના બીજા વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ચોથી ફેબ્રુઆરીએ જહાજને ઓનવાર્જ સેલીંગ મેમો આપવામાં આવ્યો હતો. (MV) ડા કુઇ યુનએમ.વી. દા કુઇ યુનની રિક્વેસ્ટના કારણે 166.6 મીટર લાંબા અને 20,949 ટનના શીપ માટે પાયલોટને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યો હતો.

કંડલા પોર્ટના વરિષ્ઠ અધિકારીઓને નવી દિલ્હીથી કોલ્સ આવ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ કંડલા પહોંચ્યા હતા. જોકે અન્ય અધિકારીએ ઉમેર્યું કે આ બધું રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના અધિકારીઓ ટીમનો ભાગ હતા. હાલ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.