એલર્ટ: PFના રૂપિયા ઉપાડવા થઈ જશે મુશ્કેલ, જલ્દીથી પૂરું કરો લો આ કામ

સલામત ભવિષ્ય માટે દરેક કર્મચારીને પીએફ ફંડ્સના મહત્વની સમજ હોય છે. આ જ કારણ છે કે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) પણ પીએફ ઉપાડની પ્રક્રિયાને સરળ બનાવવા કાર્યરક રહ્યું છે.

EPFO ના પ્રયત્નોને લીધે આજે લોકો ઓનલાઇન ક્લેઈમ અને સેટલમેન્ટ કરવા માટે સક્ષમ છે. જોકે, હજી પણ ઘણા લોકો છે કે જેમણે તેમનો KYC(Know Your customer ) કરાવ્યું નથી.

આવા લોકો માટે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનું મુશ્કેલ બનશે. EPFO દ્વારા KYC માટે સમયાંતરે એક ચેતવણી પણ જારી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે  KYC કેવી રીતે કરી શકાય છે.

KYC કેવી રીતે કરશો?

  • સૌ પ્રથમ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જાઓ.
  • અહીં લોગીન કર્યા પછી, તમે KYCનો વિકલ્પ જોશો.
  •  કેવાયસી વિકલ્પ પર ક્લિક કર્યા પછી, પાન, આધાર, મોબાઇલ નંબર, બેંક ખાતાની કેટેગરીઝ આવશે.
  • આ બધી કેટેગરીમાં તમારી માંગવામાં આવેલી વિગતો સબમીટ કરો
  • વિગતો સબમીટ કર્યા પછી વેરીફાય અંગે એમ્પ્લોયરને કહેવું પડશે.
  • એમ્પ્લોયરની ચકાસણી થતાંની સાથે જ તમે ઓનલાઇન સુવિધાનો લાભ લઈ શકશો.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં EPFOએ ‘Date of Exit’ વિકલ્પ શરૂ કર્યો છે. હવે તમે નોકરી છોડવાની તારીખ જાતે જ એન્ટર કરી શકશો.

અત્યાર સુધી લોકોએ આ સુવિધા માટે તેમના જૂના એમ્પ્લોયર કે કંપની પર નિર્ભર રહેવું પડતું હતું. આવી સ્થિતિમાં પીએફ ફંડ્સને ઉપાડવા અથવા ટ્રાન્સફર લોકોને અનેક ધક્કા ખાવા પડતા હતા.