વીડિયો: જીવન-મરણની જંગ ખેલી રહેલા અમરસિંહે માંગી અમિતાભ બચ્ચનની માફી, કારણ આ હતું

સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસિંહે મંગળવારે ટવિટ કર્યું હતું કે તેમણે અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર વિશેની તેમની ટિપ્પણી પર પસ્તાવો છે. અમરસિંહે ટવિટ કરીને લખ્યું કે, “આજે મારા પિતાની પુણ્યતિથિ છે અને મને તે વિશે અમિતાભ બચ્ચનજીનો મેસેજ મળ્યો છે. મારા જીવનના આ તબક્કે જ્યારે હું જીવન અને મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહ્યો છું, ત્યારે હું અમિતજી અને તેમના પરિવાર અંગે હદથી વધારે બોલવા બદલ પસ્તાવો વ્યક્ત કરું છું. મને બોલવા બદલ અફસોસ છે. ભગવાન તે બધાને સારા રાખે.

અમરસિંહને થોડા વર્ષો પહેલા કિડની સંબંધિત નિદાન થયું હતું. અમરસિંહે પોતાના ટવિટમાં જે વાતનો ઉલ્લેખ કર્યો છે તે એ છે કે જ્યારે તેમની અને અમિતાભ બચ્ચનના સાથેના સંબંધો વચ્ચે તનાવ થયો હતો. અમિતાભ અને અમરસિંહ થોડા વર્ષો પહેલા સુધી ખૂબ સારા મિત્રો હતા. પછી મામલામાં ગરબડ થઈ. અમરસિંહે પોતાના નિવેદનમાં તે વખતે કહ્યું હતુ કે અમિતાભે તેમની સાથેની મિત્રતાનો અંત આણ્યો છે અને એમ પણ કહ્યું કે અમિતાભ અને તેની પત્ની જયા હવે અલગ રહે છે.

જોકે, અમિતાભ બચ્ચનને અમરસિંહે કરેલા આ બધા દાવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે વાતને એક લાઈનમાં સમાપ્ત કરી અને કહ્યું, “તેઓ જે કહેવા માંગે છે તે કહી શકે છે.” 2017માં અમિતાભ બચ્ચનનું નામ પનામા પેપર્સ લીકમાં બહાર આવ્યું અને ત્યારબાદ અમરસિંહે કહ્યું, “અમિતાભ બચ્ચને આ મામલે જે મૌન રાખ્યું છે તે એક હીરોને વિલન બનાવી દેશે.”

સાંભળો શું કહ્યું અમરસિંહે…

Message for Amit Ji

Today is my father’s death anniversary & I got a message for the same from Amitabh Bachchan ji. Sometimes you are aggressively reactive to a person whom you have given all your life. Similar turbulence of emotion did take place in our mutual releationship. At this stage of life when I am fighting a battle of life & death I regret for my over reaction against Amit ji & family. God bless them all.

Posted by Amar Singh on Monday, February 17, 2020