સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ: આર્મીમાં મહિલાઓ માટે કાયમી કમિશન રચવા હુકમ

સુપ્રીમ કોર્ટે આજે સેનામાં મહિલાઓને કાયમી કમિશન આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વેળા કેન્દ્ર સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. સાથે સાથે સેનામાં મહિલાઓને કાયમી કમિશન આપવા માટેનો આદેશ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સામાજિક અને માનસિક કારણ દર્શાવીને મહિલા અધિકારીને આ અવસરથી વંચિત રાખવા માટેની બાબહત માત્ર ભેદભાવ જ નથી બલ્કે તે અસ્વીકાર્ય પણ છે. કોર્ટે જોરદાર ટિપ્પણી કરતા કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારને પોતાના વલણ અને માનસિકતાને બદલી નાંખવા માટેની જરૃર છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવી રાખીને કહ્યું હતું કે મહિલાઓના સેનાના 10 વિભાગોમાં સ્થાયી કમીશન આપવામાં આવે તે જરૃરી છે.

સુપ્રીમ કોર્ટે મહિલાઓને કમાન્ડ ન આપવા સાથે સંબંધિત સરકારના તર્કને પણ ફગાવી દીધો હતો. સાથે સાથે સરકારના તર્ક અને અન્ય રજૂઆતોને ફગાવી દીધી હતી. જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ અને જસ્ટીસ અજય રસ્તોગીની બેંચે કહ્યુ હતુ કે મહિલા અધિકારીઓની નિમણૂકની પ્રક્રિયા એક વિકાસની પ્રક્રિયા તરીકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જોરદાર ફટકાર લગાવી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટ દ્વારા હાઇકોર્ટના નિર્ણય પર કોઇ બ્રેક મુકવામાં આવી નથી. છતાં કેન્દ્ર સરકાર તરફથી હાઇકોર્ટના નિર્ણયને લાગુ કરવામાં આવ્યો નથી. હાઇકોર્ટના ચુકાદા પર કાર્યવાહી કરવાના નિર્ણય પર કોઇ કારણ હજુ સુધી રજૂ કરવામાં આવ્યા નથી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે તમામ નાગરિકોને અવસરની સમાનતા મળે તે જરૃરી છે. લૈગિંક ન્યાય સેનામાં મહિલાઓની ભાગીદારીના માર્ગદર્શન કરનાર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્થાયી કમીશન આપવાના ઇન્કારની બાબત ભેદભાવ સમાન છે. તે પૂર્વાગ્રહોને પણ રજૂ કરે છે. સુપ્રીમ કોર્ટે જોરદાર ફટકાર કેન્દ્ર સરકારને લગાવતા કહ્યું હતુ કે કેન્દ્ર સરકારની દલીલો હેરાન કરનાર સમાન છે. સુપ્રીમ કોર્ટના આદેશને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલય તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ખૂબ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણવામાં આવે છે. સેનામાં રહેલી મહિલાઓના હિતમાં આ નિર્ણય આવ્યો છે. જો કે કેન્દ્ર સરકારના અધિકારીઓએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારને આ આદેશમાં કોઇ ફટકાર નથી. સુપ્રીમ કોર્ટના આદેશમાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ જ ભાવિ રણનીતિ પર નિર્ણય કરવામાં આવનાર છે.