શાહીન બાગ: સુપ્રીમ કોર્ટે વાર્તાકારની નિમણૂંક કરી, આ લોકો જશે શાહીન બાગની માંગણીઓ જાણવા

દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા બે મહિનાથી નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટીસ સંજય કૌશલ, જસ્ટીસ કે.એમ. જોસેફની બેંચ કરી રહી છે. કોર્ટે કહ્યું છે કે લોકતંત્ર દરેકને માટે છે, પણ વિરોધના નામે રોડને જામ કરી શકાતો નથી.

સુપ્રીમ કોર્ટે શાહીન બાગના દેખાવકારો સાથે વાત કરવા વાર્તાકારની નિમણૂક કરી છે. વરિષ્ઠ વકીલ સંજય હેગડેની સાથે વકીલ સાધના રામચંદ્રનની ઇન્ટરલોક્યુટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે વઝાહત હબીબુલ્લા, ચંદ્રશેખર આઝાદ આ સમયગાળા દરમિયાન વાર્તાકાર મદદ કરશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણી ચિંતા મર્યાદિત છે, જો દરેક લોકો રસ્તા પર જવા માંડે તો શું થશે? સુપ્રીમ કોર્ટે હવે આ મામલે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે એડવોકેટ સંજય હેગડેને શાહીન બાગના દેખાવકારો સાથે વાત કરવા જણાવ્યું છે. આ દરમિયાન સંજય હેગડેએ અપીલ કરી હતી કે નિવૃત્ત જસ્ટીસ કુરિયન જોસેફને તેમની સાથે મોકલી શકાય. સંજય હેગડે વતી સોલિસીટર જનરલ ફોર પોલીસ પ્રોટેક્શન માટે અપીલ કરવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે વાતચીતથી કોઈ સમાધાન  ન આવે, તો અમે તંત્રને કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપીશું. કોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને દેખાવકારોને હટાવવાના વિકલ્પ અંગે ચર્ચા કરવા અને વાત કરવાનું કહ્યું છે.

અરજીમાં અપીલ કરવામાં આવી છે કે અદાલતે આ રસ્તો તાત્કાલિક ખોલવાનો આદેશ આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે અધિકાર બચાવવા વિરોધ પ્રદર્શન અને અવાજ ઉઠાવવાની વિરુદ્ધ નથી. જસ્ટીસ કૌલે કહ્યું કે જનતાને કોઈ સમસ્યા આવી શકે છે, પરંતુ જાહેર જીવનને ઠપ્પ કરવાનો મુદ્દો પણ આ સાથે જોડાયેલો છે.

સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દેખાવકારોને યોગ્ય સમાધાન માટે રાજી કરવામાં આવે. આ દરમિયાન વકીલ તસ્નીમ અહમદીએ કહ્યું કે આ પ્રદર્શનમાં તમામ ધર્મોના લોકો સામેલ છે.

સુપ્રીમ કોર્ટમાં ચંદ્રશેખર આઝાદ માટે હાજર રહેલા વકીલે કહ્યું કે દેશમાં આવા પાંચ હજાર દેખાવો થશે. તેના પર કોર્ટે કહ્યું કે અમને 5000 પ્રદર્શન સાથે સમસ્યા નથી, પરંતુ રસ્તો બંધ થવો જોઈએ નહીં. આપણે જે ચિંતા કરીએ છીએ તે છે રોડ જામ અંગની છે.