કોરોનાનાં હાહાકાર વચ્ચે પેટ્રોલના ભાવને લઈ આવ્યા રાહતના ન્યૂઝ, થઈ શકે છે મોટો ઘટાડો

કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે એક રાહતના સમાચાર સાંપડી રહ્યા છે. કોરોનાના કારણે ક્રૂડ ઓઈલની વિશ્વમાં માંગ ઘટી જતા સસ્તુ થશે, જેથી ભારતમાં પેટ્રોલનો ભાવ આગામી બે સપ્તાહમાં ચાર રૃપિયા જેટલા ઘટી શકે છે, તેવું અનુમાન કરતા દેશના અર્થતંત્રને પણ રાહત થશે, તેમ મનાય છે.

કોરોનાના હાહાકાર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ચીનમાં ફેલાયેલા ઘાતક કોરોના વાયરસના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની માંગમાં ભારે ઘટાડો થયો છે.

અત્યાર સુધીમાં કોરોનાવાયરસ પર લગામ કસવામાં ચીન નિષ્ફળ રહ્યું છે તેનાથી ચીન અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થઈ શકે છે. જો કોરોનાનો કહેર ચીનની બહારના દેશમાં થશે તો સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને તેમની ઝપેટમાં લઈ શકે છે. એવી સ્થિતિમાં તેલની માંગમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. જો કે તસ્વીર આવતા 10 દિવસોમાં સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે સારા અહેવાલ છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો ચાલુ રહેવાથી ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થશે. આ કારણે દેશના અર્થતંત્રને પણ રાહત થશે તેમ મનાય છે.