ઝઘડીયાના નાનકડા ગામમાં વરરાજા પરણવા હેલિકોપ્ટરમાં બેસીને આવ્યો

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામમાં રવિવારના રોજ સફેદ રંગનું હેલીકોપ્ટર ઉતરતા લોકોમાં અચરજ ફેલાયું હતું. હેલિકોપ્ટર વડોદરાથી પાણેથા ગામનાં રહીશ અતુલ પટેલની દિકરીનાં લગ્ન નિમિત્તે વડોદરાથી નવવધૂને પરણવા વરરાજા હેલીકોપ્ટરમાં આવ્યો હતો. વરરાજા હેલિકોપ્ટર આવતા જોવા લોક મહેરામણ ઉમટી પડયું હતું.

સાંપ્રત સમયમાં લગ્નપ્રસંગનો મોહોલ ચાલે છે. લગ્નપ્રસંગને યાદગાર બનાવવા માટે અનેક તરકીબો અજમાવવામાં આવે છે. માલેતુજાર પરિવારમાં હવે હેલિકોપ્ટર માં જાન લઈ જવાનુ પ્રચલિત બની રહયું છે.ઝઘડીયા તાલુકાના પાણેથા ગામમાં પણ વરરાજા પણ હેલીકોપ્ટર લઈ આવ્યો હતો. પાણેથા ખાતે રહેતા અતુલભાઈ પટેલની પુત્રીના લગ્ન વડોદરા રહેવાસી વસંતભાઈના પુત્ર સાથે નક્કી કરાયા હતા.

વરરાજા સફેદ રંગનાં હેલિકોપ્ટરમાં બેસી વરરાજાની જાન વડોદરાથી પાણેથા ગામે  આવ્યા હતા. અચાનક નાનાકડા ગામે હેલિકોપ્ટર ઉતરતા હેલીકોપ્ટર તેમજ વરરાજાને જોવા માટે લોક મહેરામણ ઉમટી પડયું હતું. લગ્નવિધિ બાદ વરરાજા અને નવવધૂ હેલિકોપ્ટરમાં બેસી વડોદરા મુકામે જવા રવાના થયા હતા.