ફિલ્મફેર એવોર્ડ-2020: એવોર્ડ મેળવવામાં રેકોર્ડ બ્રેક કરતી આલિયા-રણવીરની ફિલ્મ, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

65મો ફિલ્મફેર એવોર્ડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોયએ બાજી મારી છે. ‘ગલી બોય’એ આ વર્ષે ફિલ્મફેરમાં અગિયાર એવોર્ડ જીતીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

ફિલ્મફેર એવોર્ડ 2020 વિજેતાઓમાં અભિનેત્રી આલિયા ભટ્ટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે જ્યારે રણવીરસિંહે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં રણવીરસિંહે રેપરની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

ફિલ્મ ‘ગલી બોય’ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ મેળવી ગઈ. જ્યારે ફિલ્મના ડિરેક્ટર ઝોયા અખ્તરને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે.  સિદ્ધંત ચતુર્વેદી અને અમૃતા સુભાષને બેસ્ટ સપોર્ટિંગ એક્ટીંગનો એવોર્ડ મળ્યો છે. અનુભવ સિંહાની ફિલ્મ ‘આર્ટિકલ-15 ને ‘શ્રેષ્ઠ ફિલ્મ માટેના ક્રિટિક્સ એવોર્ડ’ અને આયુષ્માન ખુરનાનો શ્રેષ્ઠ અભિનેતા (મેલ) એવોર્ડ માટે ક્રિટિક્સ એવોર્ડ પણ મળ્યો છે.

અભિનેત્રી અનન્યા પંડયે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ માટે બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) એવોર્ડ મેળવ્યો છે. ડિવાઇન અને અંકિત તિવારીને ફિલ્મ ‘ગલી બોય’ ના સુપર હિટ ગીત અપના ટાઇમ આયેગા માટે બેસ્ટ લિરિક્સનો એવોર્ડ મળ્યો છે.

ફિલ્મફેર એવોર્ડનું સંપૂર્ણ લિસ્ટ જૂઓ

 • બેસ્ટ ફિલ્મ-ગલી બોય
 • ક્રિટીક્સ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ-આર્ટીકલ-15 અને સોનચીડ઼ીયા
 • બેસ્ટ ડાયરેક્ટર-ઝોયા અખ્તર(ગલી બોય)
 • બેસ્ટ એક્ટ્રેસ ઈન લીંડીગ રોલ-આલિયા ભટ્ટ(ગલી બોય)
 • ક્રિટીક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ-ભૂમિ પેડનેકર અને તાપસી પન્નુ(સાંઢ કી આંખ)
 • બેસ્ટ એક્ટર ઈન લીંડીગ રોલ- રણવીરસિંહ( ગલી બોય)
 • ક્રિટીક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર-આયુષ્માન ખુરાના
 • બેસ્ટ મ્યૂઝિક આલ્બમ- ગલી બોય અને કબીરસિંહ
 • બેસ્ટ પ્લેબેક સિંગર મેલ – અરિજિત સિંહ (કલંક)
 • બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ – શિલ્પા રાવ (ઘુંઘરુ સોંગ, વોર)
 • બેસ્ટ ડાયલોગ્સ – વિજય મૌર્ય (ગલી બોય)
 • બેસ્ટ સ્ક્રીન પ્લે – રીમા કાગતી અને ઝોયા અખ્તર (ગલી બોય)
 • બેસ્ટ ઓરિજનલ સ્ટોરી – અનુભવ સિંહા અને ગૌરવ સોલંકી, )આર્ટીકલ-15)
 • બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર – આદિત્ય ધર (ઉરી: સર્જિકલ સ્ટ્રાઈક)
 • બેસ્ટ ડેબ્યુ મેલ – અભિમન્યુ દસાણી (મર્દ કો દર્દ નહીં હોતા)
 • બેસ્ટ ડેબ્યૂ ફિમેલ – અનન્યા પાંડે, (સોટી 2)
 • બેસ્ટ એક્શન-વોર